અમદાવાદઃ પોલીસ પુત્ર સહિત ત્રણ કોલેજીયન મિત્રોએ 1 કરોડના સોનાની લૂંટનો પ્લાન ઘડ્યો, ઝડપાયા આરોપી

અમદાવાદઃ પોલીસ પુત્ર સહિત ત્રણ કોલેજીયન મિત્રોએ 1 કરોડના સોનાની લૂંટનો પ્લાન ઘડ્યો, ઝડપાયા આરોપી

અમદાવાદઃ પોલીસ પુત્ર સહિત ત્રણ કોલેજીયન મિત્રોએ 1 કરોડના સોનાની લૂંટનો પ્લાન ઘડ્યો, ઝડપાયા આરોપી

અમદાવાદમાં થયેલી સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે સીસીટીવી અને અન્ય મુદ્દાઓને આધારે સમગ્ર કેસનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે આ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જવેલર્સને ત્યાં કામ કરતા કર્મચારીએ જ લૂંટનો પ્લાન ઘડ્યો જેમાં પોલીસ પુત્ર પણ સામેલ થયો.

ખોટો લૂટનો પ્લાન બનાવી તે મુદ્દામાલ સાથે ફરાર થાય તે પહેલા જ પોલીસે મુખ્ય આરોપી અને પોલીસ પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી. ત્રણેય કોલેજીયન મિત્રોને ઝડપી લઈને પોલીસે તપાસ શરુ કરી છે.

1 કરોડના સોનાની લૂંટ નોંધાઈ હતી

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલ ગીતા મંદિર નજીક શનિવારના રોજ થયેલી એક કિલો સોનાના દાગીનાની લૂંટનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે લૂંટની જાહેરાત કરનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. જવેલર્સમાં કામ કરતા ધર્મ ઠકકરે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ કેસમાં આરોપી ધર્મ ઠકકરે પોલીસ પુત્ર મિત્રને પણ આ લૂંટના ગુનામાં સામેલ કર્યો હતો.

શનિવાર બપોરે ધર્મ ઠક્કરે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આપ્યો હતો કે તેને કેટલાક શખ્સોએ માર મારી તેની સાથે લૂંટ કરી છે. ઘટનાની જાણ થતા કાગડાપીઠ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ લૂંટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ જોતા જ ધરમ ઠકકર પોલીસની શંકા ઘેરાયો હતો. લૂંટ થઇ હોય એમ પ્રાથમિક રીતે જ શંકાસ્પદ જણાતા જ પોલીસ સીસીટીવી તપાસ શરુ કરી હતી અને જેમાં એક વીડિયો ફૂટેજે ફરિયાદી ભાંડો ફોડ્યો હતો.

ફરિયાદી જ આરોપી નિકળ્યો

ધર્મ ઠકકરે લૂંટ કરવા માટે પોલીસ પુત્ર એવા કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલને સાથે રાખી ખોટી લૂંટનો પ્લાન ઊભો કર્યો હતો. જેમાં પોલીસે ત્રણેય આરોપીની 85 લાખના મુદ્દમાલ સાથે ધરપકડ કરી છે. આરોપી ધરમ ઠક્કર જમાલપુર અશરફ જ્વેલર્સમાં છેલ્લા એક વર્ષથી કામ કરતો હતો અને વાસણા ખાતે રહે છે.

ધર્મ તેમજ તેના મિત્ર કેશવ અને હર્ષ કોલેજમાં સાથે ભણતા હતા. ધર્મ દ્વારા એક મહિના પેહલા જ આ લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જયારે તે ફોન કરે ત્યારે તેના મિત્રોએ આવી જવું તેમ કહી આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. શનિવારના રોજ પોલીસ પુત્ર કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલને ધર્મ ઠકકરે બોલાવ્યા અને લૂંટ થયાનું નાટક રચ્યું.

 

 

પોલીસની તપાસ માં લૂંટનું નાટક ન ચાલ્યું. આરોપી કેશવ ત્રિપાઠીના પિતા અમદાવાદમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. મુખ્ય આરોપી અને જવેલર્સ કર્મચારી ધરમ ઠક્કર દ્વારા હર્ષ અને કેશવને લૂંટની રકમ પણ કહેવામાં નહોતી આવી. માત્ર એક એક લાખ રૂપિયા મળશે તેવું કહી બંનેને લૂંટના નાટકમાં સામેલ કરવામાં આવ્યા હતા. કોલેજમાં ભણતા અને મોજ શોખ માટે ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવવા માટે લૂંટનું તરકટ રહ્યું હતું, તો પોલીસ પુત્ર પણ પૈસાની ઘેલછામાં મિત્રના સાથે લૂંટમાં સામલે થઇ ગયો. હાલ તો પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો:  ઈંગ્લેન્ડ સામે આ ખેલાડી રિટાયર્ડ આઉટ જાહેર થયો, જે ICC ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બન્યું, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *