બટાટાના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા, વટાવી 500 રુપિયાની સપાટી

બટાટાના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા, વટાવી 500 રુપિયાની સપાટી

બટાટાના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા, વટાવી 500 રુપિયાની સપાટી

રાજ્યમાં બટાટાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં ઉત્તર ગુજરાતમાં થાય છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન ખેડૂતો કરે છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના પૂર્વ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બટાકાની ખેતી થઈ રહી છે. જોકે હાલમાં બટાટાના ભાવ ઉંચા થવા જતા ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજ માલિકોને માટે ખુશીઓનો પાર રહ્યો નથી.

હાલમાં બટાટાનો ભાવ 500 રુપિયાની સપાટી વટાવી ચૂક્યો છે. ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજ માલિકો માટે આ ભાવ ખૂજ જબરદસ્ત હોવાની ખુશીના સમાચાર રુપ છે. બટાટાનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે છેલ્લા કેટલાક સમયથી અત્યાર સુધી ઉત્પાદનમાં મોટેભાગે નિરાશાઓ હાથ લાગતી હતી. જોકે હાલમાં હવે ભાવ ઉંચા જોવા મળવાને લઈ ખુશી વર્તાઈ રહી છે.

500 થી વધુ નોંધાયા ભાવ

બનાસકાંઠા જિલ્લાનું ડીસા એટલે બટાટા માટે જાણીતું છે. હાલમાં ડીસાના બજારમાં બટાટાના જે ભાવ મળી રહ્યા છે, એ સાંભળીને ખેડૂતોની ખુશીઓનો પાર નથી. હાલમાં પ્રતિ 20 કિલો દીઠ ભાવ 500 થી 550 રુપિયા નોંધાઈ રહ્યો છે. આ ભાવ સાંભળીને ખેડૂતોને માટે રાજીના રેડ થવા સમાન છે, આ સપાટીએ ભાવ પહોંચવા એ જ વિક્રમ સ્વરુપ છે.

જોકે ચાલુ વર્ષે બટાટાના ભાવોમાં વધારો જ જોવા મળ્યો હતો. એટલે કે રવિ સિઝનમાં બટાટાની ખેતી કર્યા બાદ ઉત્પાદન શરુ થવા સાથે જ ભાવ ઉંચા પડવા લાગ્યા હતા. જેને લઈ ખેડૂતો માટે ઘણાં વર્ષો બાદ આવી સારી સ્થિતિ જોવા મળવા લાગી હતી. બજારો મુજબ આ વર્ષે ઉત્તર ભારતમાં બટાટાનું વાવેતર પ્રમાણમાં ઓછું થયું છે અને જેની સામે હાલમાં માંગમાં વધારો નોંધાયો છે. આમ પુરવઠો ઓછો અને માંગ વધારેની સ્થિતિ રહેતા જ ભાવમાં ઉછાળો નોંધાયો છે.

ગત વર્ષ કરતા બમણાં ભાવ

છેલ્લા ચાર પાંચ વર્ષથી ભાવમાં મોટો ચડાવ ઉતાર જોવા મળ્યો છે. જેમાં વર્ષ 2020 માં બટાટાના ભાવ પ્રતિ 20 કિલોએ 300 થી સવા ત્રણસો રુપિયાની આસપાસ જોવા મળ્યા હતા. જ્યારે વર્ષ 2021 માં બટાટાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. તે વર્ષે ભાવ માંડ દોઢસોથી 200 રુપિયા પ્રતિ 20 કિલોએ નોંધાયા હતા. જ્યારે તેના આગળના વર્ષે એટલે કે, વર્ષ 2022માં આ ભાવ વધીને 300 થી સાડા ત્રણસો રુપિયા પહોંચ્યો હતો. જેને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ હતી.

ગત વર્ષે બટાટાના ભાવ માંડ 200 થી અઢીસો રુપિયા નોંધાયા હતા. જે આગળના વર્ષના પ્રમાણમાં પ્રતિ મણ દીઠ સો રુપિયા જેટલા નીચા રહ્યા હતા. જોકે આ વર્ષે બટાટાના ભાવ સીધા જ બમણાં ઉછાળા સાથે નોંધાતા ખેડૂતો માટે ખુશીઓ જ ખુશીઓ વર્તાઈ રહી છે. આ ભાવને લઈ હવે આગામી રવિ સિઝનમાં ખેડૂતો ફરી ખેતરોમાં બટાટાની ખેતીને લહેરાવશે એ નક્કી છે.

 

આ પણ વાંચો:  પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *