આવી ગયું સ્ક્રીન વગરનું લેપટોપ, કેવી રીતે કરે છે કામ ? જુઓ Video

આવી ગયું સ્ક્રીન વગરનું લેપટોપ, કેવી રીતે કરે છે કામ ? જુઓ Video

આવી ગયું સ્ક્રીન વગરનું લેપટોપ, કેવી રીતે કરે છે કામ ? જુઓ Video

ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે સ્ક્રીન વગરનું પણ લેપટોપ લોન્ચ થઈ શકે છે. પરંતુ ત્રણ વર્ષની મહેનત બાદ Sightful કંપનીએ એક એવું લેપટોપ તૈયાર કર્યું છે જે ખરેખર સ્ક્રીન વગર કામ કરે છે. તમને જાણીને આશ્ચર્ય લાગતું હશે કે સ્ક્રીન વગરનું લેપટોપ કેવી રીતે કામ કરતું હશે ?

Sightful કંપનીની મહેનતનું પરિણામ એ આવ્યું કે કંપનીએ વિશ્વનું પ્રથમ AR લેપટોપ તૈયાર કર્યું છે, જે AR ચશ્માની મદદથી 100 ઇંચનું વર્ચ્યુઅલ ડિસ્પ્લે દર્શાવે છે. આ લેપટોપનું નામ છે Spacetop G1, ચાલો જાણીએ કે આ લેપટોપમાં શું ફીચર્સ આપવામાં આવ્યા છે, આ લેપટોપ કેવી રીતે કામ કરે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ લેપટોપની કિંમત શું છે ?

Sightful Spacetop G1 ના ફીચર્સ

આ લેપટોપ 100-ઇંચની વર્ચ્યુઅલ સ્ક્રીન ધરાવે છે અને ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે, તે ગ્રાફિક્સ માટે Qualcomm Snapdragon QCS8550 સાથે KRYO CPU અને Adreno 740 GPU નો ઉપયોગ કરે છે. આ લેપટોપ 16 GB LPDDR5 રેમ અને 128 GB UFS3.1 સ્ટોરેજનો ઉપયોગ કરે છે.

કનેક્ટિવિટી માટે આ લેપટોપમાં 2 USB Type-C પોર્ટ, Wi-Fi 7, 5G (Nano-SIM અને e-SIM સપોર્ટ) અને બ્લૂટૂથ વર્ઝન 5.3 સપોર્ટ છે. લેપટોપમાં 60Whની બેટરી છે, એવો દાવો કરવામાં આવ્યો છે કે એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી બેટરી 8 કલાક સુધી ચાલે છે. AR ચશ્મા વિશે વાત કરીએ તો, આ ચશ્મા સ્પષ્ટ અને ઉચ્ચ-રિઝોલ્યુશન OLED ડિસ્પ્લે પેનલ સાથે આવે છે.

આ રીતે કામ કરે છે Sightful Spacetop G1

Sightful Spacetop G1 કિંમત

કંપનીએ AR ટેક્નોલોજી સાથે આવતા આ અનોખા લેપટોપની કિંમત 1700 ડોલર (અંદાજે રૂ. 1,42,035) નક્કી કરી છે, પરંતુ સામાન્ય રીતે આ લેપટોપ 1900 ડોલર (અંદાજે રૂ. 1,58,745)માં વેચાય છે. આ લેપટોપને 100 ડોલર (અંદાજે 8355 રૂપિયા) ચૂકવીને બુક કરી શકાય છે અને આ લેપટોપની ડિલિવરી ઓક્ટોબર 2024થી યુએસમાં શરૂ થઈ શકે છે. ભારતીય બજારમાં ગ્રાહકો માટે ક્યારેય લોન્ચ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *