Bhavnagar Rain : પાણીના પ્રચંડ પ્રવાહમાં જીવના જોખમે ચલાવ્યુ JCB, માંડ જીવ બચ્યો, જુઓ Video

Bhavnagar Rain : પાણીના પ્રચંડ પ્રવાહમાં જીવના જોખમે ચલાવ્યુ JCB, માંડ જીવ બચ્યો, જુઓ Video

ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ગઇકાલે વરસાદ ખાબક્યો છે. આ વચ્ચે ભાવનગરમાં ભારે વરસાદ બાદ સેદરડા ગામની નદીના ભારે પ્રવાહમાં જોખમી રીતે JCB ચલાવી રહેલા એક ચાલકનો વીડિયો સામે આવ્યો છે.

ભાવનગરમાં સેદરડા ગામમાં ધમધોકાર વરસાદ ખાબક્યો છે. અત્યંત ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. સેદરડા ગામની નદી બેકાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે.

પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચેના એક જોખમી રીતે વાહન વ્યવહારના દ્રશ્યો સામે આવ્યા છે. JCB ચાલકે બેદરકારી દાખવી હોય તેવુ જોવા મળ્યુ છે. સેદરડા ગામની નદીના પ્રવાહ વચ્ચે JCB ચાલક જીવના જોખમે કોઝ-વે પરથી પસાર થવાનો પ્રયત્ન કર્યો હોવાનું જોવા મળી રહ્યુ છે. જો કે સદનસીબે તેનો જીવ બચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ભાવનગરના પાલિતાણામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે-બે જિલ્લામાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, છોટા ઉદેપુર દાહોદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *