![15 જૂનના મહત્વના સમાચાર : અમરેલીના સુરગપરામાં ઉંડા બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/197472-15-258494105749147-569686911624093824913-292068559426544041-636664772.jpg)
15 જૂનના મહત્વના સમાચાર : અમરેલીના સુરગપરામાં ઉંડા બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત
- GujaratOthers
- June 15, 2024
- No Comment
- 10
![15 જૂનના મહત્વના સમાચાર : અમરેલીના સુરગપરામાં ઉંડા બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Feature-Image-Live-Blog-Breaking-News-1.jpg)
અમરેલીના સુરગપરામાં ઉંડા બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત. 17 કલાકના મેરેથોન રેસ્ક્યૂ ઓપરેશન બાદ અંતે જિંદગી હારી ગઇ. સુરતના ડુમસમાં સી.આર.પાટીલનો સત્કાર સમારંભ યોજાયો. તેમણે કહ્યુ ગુજરાતમાં ક્લીન સ્વીપ ન કરી શકવાનો રંજ છે. કચાસની જવાબદારી પાટીલે સ્વિકારી. રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. દુર્ઘટનાના બીજા દિવસે ખોટા દસ્તાવેજો ઉભા કરાયા હોવાનો દાવો છે. મનપાના ઓરિજિનલ રજિસ્ટરનો પણ નાશ કરાયો. સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરાયો છે. તો રોંગ સાઈડ જનારા સામે પણ કાર્યવાહી થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. આગામી 6 દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી છે.