Vivo India માં 50 % થી વધુ હિસ્સો ખરીદી શકે છે Tata Group, એડવાન્સ સ્ટેજ પર ચાલી રહી છે વાતચીત

Vivo India માં 50 % થી વધુ હિસ્સો ખરીદી શકે છે Tata Group, એડવાન્સ સ્ટેજ પર ચાલી રહી છે વાતચીત

Vivo India માં 50 % થી વધુ હિસ્સો ખરીદી શકે છે Tata Group, એડવાન્સ સ્ટેજ પર ચાલી રહી છે વાતચીત

Tata Group ચીની સ્માર્ટફોન કંપની Vivoની ભારતીય એકમ Vivo India માં બહુમતી હિસ્સો ખરીદી શકે છે. આ માટે વાટાઘાટો ચાલુ છે. મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન સહિતની કામગીરીમાં સ્થાનિક કંપનીઓને સામેલ કરવા માટે ભારત સરકારના દબાણને પગલે, Vivo સ્થાનિક ભાગીદારોની શોધમાં છે. એક સૂત્ર જણાવ્યું હતું કે, “Vivo અને Tata Group વચ્ચેની વાટાઘાટો એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઈ છે, ટાટા ગ્રૂપ જે ઓફર કરે છે તેના કરતાં વધુ વેલ્યુએશનની માંગણી કરી રહી છે Vivo, પરંતુ હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. ”

ભારત સરકાર ઈચ્છે છે કે ભારતીય ભાગીદાર Vivo સાથેના સંભવિત સંયુક્ત સાહસમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો ધરાવે. સરકાર પણ ઈચ્છે છે કે સંયુક્ત સાહસમાં સ્થાનિક નેતૃત્વ અને સ્થાનિક વિતરણ હોય. ઇન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવ્સ કહે છે કે આનાથી એ સુનિશ્ચિત થશે કે સ્થાનિક કંપનીઓ અને એક્ઝિક્યુટિવ્સ દેશના મોબાઇલ ફોન ઉદ્યોગ પર નોંધપાત્ર અસર કરશે, જે મોટાભાગે ચાઇનીઝ હેન્ડસેટ બ્રાન્ડ્સનું પ્રભુત્વ ધરાવે છે.

ભગવતી પ્રોડક્ટ્સે ગ્રેટર નોઈડા ફેક્ટરીનો કબજો લીધો

ગ્રેટર નોઈડામાં વિવોની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ભગવતી પ્રોડક્ટ્સ (માઈક્રોમેક્સ) દ્વારા લેવામાં આવી છે. સ્ટાફની ભરતી શરૂ થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં Huaqin સાથેના તેના ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ સંયુક્ત સાહસ દ્વારા Vivo માટે સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કરશે. ભગવતી અને હુઆકિન વચ્ચેનું સંયુક્ત સાહસ ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Huaqin ટેકનોલોજી એ મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપની વિશ્વની સૌથી મોટી ઓરિજિનલ ડિઝાઈન ઉત્પાદક (ODM) છે. અન્ય એક સ્ત્રોતનું કહેવું છે કે વિવોની આ ફેક્ટરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ટેકઝોન આઈટી પાર્કમાં લીઝ પર હતી, જે હવે ટ્રાન્સફર કરવામાં આવી છે. વિવોએ તેની ઉત્પાદન કામગીરીને ગ્રેટર નોઈડામાં 170 એકરની નવી ફેક્ટરીમાં સ્થાનાંતરિત કરાયું છે, જે આગામી દિવસોમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે.

Related post

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી 400ને પાર, યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી…

યુનાઇટેડ કિંગડમ (યુકે) માં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી કરવામાં આવી રહી છે. લેબર પાર્ટીના કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ…
Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી- જુઓ Video

Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં…

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક પ્રસંગોની…
ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ, જુઓ વીડિયો

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ…

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રા ભરૂચમાં નીકળે છે. અતિ પૌરાણિક હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ પણ ખુબ હોય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *