અમરેલીમાં નાની બાળકી બોરવેલમાં પડવાની ઘટના, રોબોટની મદદથી બચાવ કામગીરી કરાઇ શરૂ, જુઓ વીડિયો

અમરેલીમાં નાની બાળકી બોરવેલમાં પડવાની ઘટના, રોબોટની મદદથી બચાવ કામગીરી કરાઇ શરૂ, જુઓ વીડિયો

અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષીય બાળકી બોરવેલમાં પડી. અંદાજે સાડા 12 વાગ્યે રમતા-રમતા બાળકી પડી ગઇ છે. 45થી 50 ફૂટ ઉંડે ફસાઇ બાળકી આરોગ્ય, ફાયર, પોલીસ દ્વારા બચાવ કાર્ય શરુ કર્યું છે. 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું. ફાયરની ટીમે બોરવેલમાં કેમેરા ગોઠવ્યા છે.

પ્રાંત અધિકારી, MLA, સાંસદ પણ સ્થળે પહોંચ્યા છે. NDRFની ટીમ પણ બોલાવાઇ છે. રોબોટની મદદથી બાળકીને કાઢવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોબોટને બોરવેલમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જીવન-મરણ વચ્ચે આરોહી ઝોલા ખાઇ રહી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

Amreli Incident girl falls in borewell rescue operation by robot video

જોકે આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.

  1. ખુલ્લા બોરવેલ ક્યા સુધી ભૂલકાઓનો ભોગ લેશે ?
  2. બોરવેલ કેમ ખુલ્લા મૂકવામાં આવે છે ?
  3. અનેક દુર્ઘટના બાદ પણ કેમ નથી જાગતું તંત્ર ?
  4. અગાઉની ઘટનાથી કેમ નથી લેવાતો બોધપાઠ ?
  5. બાળકીના આ હાલત માટે જવાબદાર કોણ ?
  6. બોરવેલ માલિક સામે થશે કોઇ કાર્યવાહી ?
  7. નાના બાળકોનું ધ્યાન રાખવામાં બેદરકારી કેમ?

તંત્ર હવે આ બાળકી જીવતી બહાર આવે તેવી આશા લગાવીને બેઠું છે પરંતુ ખુલ્લા બોરવેલને કારણે થતાં આવા અકસ્માત ક્યારે અટકશે તે મુખ્ય પ્રશ્ન છે.

(ઈનપુટ ક્રેડિટ – જયદેવ કાઠી, અમરેલી)

Related post

શબાના આઝમીએ Amitabh વિશે કેમ કહ્યું આવું? ‘મરતે દમ તક…’

શબાના આઝમીએ Amitabh વિશે કેમ કહ્યું આવું? ‘મરતે દમ…

Shabana Azmi : ભારતની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક શબાના આઝમી તેની બીજી ઈનિંગને ખૂબ એન્જોય કરી રહી છે. ગયા વર્ષે તેણે બોલિવૂડમાં…
બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા છે ધીરેન્દ્ર શાસ્ત્રી આવો છે પરિવાર

બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા…

બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાતે પણ આવી ચુક્યા છે.બાગેશ્વર ધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાવાર્તા સાથે દિવ્ય…
8 July 2024 રાશિફળ : આ 3 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી

8 July 2024 રાશિફળ : આ 3 રાશિના જાતકોને…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *