જો આ ભૂલો કરી તો હમેંશા માટે બેન થઈ જશે તમારું WhatsApp એકાઉન્ટ, જાણો અહીં

જો આ ભૂલો કરી તો હમેંશા માટે બેન થઈ જશે તમારું WhatsApp એકાઉન્ટ, જાણો અહીં

જો આ ભૂલો કરી તો હમેંશા માટે બેન થઈ જશે તમારું WhatsApp એકાઉન્ટ, જાણો અહીં

WhatsApp એ વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ તેના વપરાશકર્તાઓને બે પ્રકારના એકાઉન્ટ્સ ઓફર કરે છે, Personal અને Business.આ મેસેજ એપ વિશ્વભરમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ શું તમે જાણો છો કે WhatsApp પર કરવામાં આવેલી કેટલીક ભૂલો તમારા એકાઉન્ટને કાયમ માટે પ્રતિબંધિત પણ કરી શકે છે.

વ્હોટ્સએપ સામાન્ય રીતે તેના નિયમોના ભંગ બદલ વપરાશકર્તાઓના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકે છે. જો કે, જો યુઝર્સ ઈચ્છે તો વોટ્સએપ એકાઉન્ટને અનબેન કરવા માટે અપીલ કરી શકે છે. તેની માટેની પણ પ્રોશેસ છે પણ જો કેટલીક ભૂલો તમે તમારા વોટ્સ એપ અકાઉન્ટ પર કરો છો તો તમારું પણ અકાઉન્ટ બેન એટલેકે પ્રતિબંધિત થઈ શકે છે. ચાલો જાણીએ કઈ છે તે ભૂલો.

આ 20 કારણોસર એકાઉન્ટ પર લાગી શકે છે પ્રતિબંધ

  1. એક કરતા વધારે યુઝર્સ દ્વારા એકાઉન્ટ રિપોર્ટ કરવા પર.
  2. અજાણ્યા કોન્ટેન્ટ પર બલ્ક મેસેજિંગ કરવા પર.
  3. વાયરસ અથવા માલવેર ધરાવતી ફાઇલ્સ શેર કરવા પર.
  4. સતત ઘણા ગ્રુપ જોઈન કરવા પર
  5. કોઈ બીજાની ઓથેન્ટિકેશન કી દ્વારા એકાઉન્ટ એક્સેસ કરવા પર.
  6. WhatsApp ના અનઓથોરાઈઝ્ડ સંસ્કરણના ઉપયોગ પર
  7. વ્યક્તિગત ડેટાની ચોરી પર.
  8. ટર્મ ઓફ સર્વિસના ઉલ્લંઘન પર
  9. ગેરકાયદે કન્ટેન્ટ શેર કરવા પર.
  10. બ્રોડકાસ્ટ લિસ્ટનો દુરુપયોગ કરવા પર.
  11. થર્ડ પાર્ટી લિસ્ટનો ઉપયોગ કરવા પર.
  12. અફવા વાળા મેસેજ ફેલાવવા પર.
  13. બલ્કમાં મેસેજ મોકલવા માટે ગેરકાયદેસર તૃતીય પક્ષ ટૂલનો ઉપયોગ કરવા પર.
  14. કોઈપણ યુઝરને તેની પરવાનગી વગર ગ્રુપમાં એડ કરવા પર.
  15. એક સાથે અનેક મેસેજને બ્રોડકાસ્ટ કરવા પર.
  16. નકલી પ્રચાર મેસેજ મોકલવા પર.
  17. ટૂંકા ગાળામાં બહુવિધ ગ્રુપ અને કોન્ટેક્ટને મેસેજ મોકલવા પર.
  18. એકસાથે અનેક ગ્રુપ બનાવવા પર.
  19. સેવાની શરતો એટલે કે નિયમોના વારંવાર ઉલ્લંઘન પર.
  20. વોટ્સએપ એકાઉન્ટ દ્વારા સિક્યોરિટી થ્રેટ્સ મળવા પર.

વોટ્સએપ દર મહિને લાખો એકાઉન્ટ્સ કેમ પ્રતિબંધિત કરે છે, તો લોકોની માહિતી માટે, અમે આપને જણાવી દઈએ કે, જ્યારે પણ કોઈ વપરાશકર્તા કંપની દ્વારા બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે, ત્યારે એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવશે.WhatsApp દ્વારા બનાવવામાં આવેલી માર્ગદર્શીકા અને શરતોનું ધ્યાન રાખો. ભૂલથી પણ ક્યારેય તેનું ઉલ્લંઘન ન કરો. જો માર્ગદર્શીકા અને શરતોનું ઉલ્લંઘન થશે તો તમારું એકાઉન્ટ સીધેસીધુ જ પ્રતિબંધિત પણ થઈ શકે છે.

 

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *