Banaskantha Video : વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું, કોંગ્રેસ કાર્યાલયમાં બનાસની બેનનું કરાયુ ભવ્ય સ્વાગત

Banaskantha Video : વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું, કોંગ્રેસ કાર્યાલયમાં બનાસની બેનનું કરાયુ ભવ્ય સ્વાગત

બનાસકાંઠાના સાંસદ પદે ચૂંટાયા બાદ ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરી મળીને ગેનીબેન ઠાકોરે રાજીનામું સોંપ્યું.

રાજીનામું આપતી વખતે કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસના એકમાત્ર ચૂંટાયેલા સાંસદ તરીકે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ગેનીબેન ઠાકોરના સમર્થનમાં નારા લગાવી આગવા અંદાજમાં ગેનીબેન ઠાકોરને આવકારવામાં આપવામાં આવ્યો હતો.ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને પ્રભારી મુકુલ વાસનિક પણ કોંગ્રેસ કાર્યાલયે ઉપસ્થિત રહ્યા હતા.

વાવ વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસની નજર

બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક ખાલી થતા દાવેદાર કોણ તેની પર નજર છે. ભાજપ અને કોંગ્રેસની નજર વાવ વિધાનસભા બેઠક પર છે. કોંગ્રેસમાંથી ગુલાબ સિંહ રાજપુત, ઠાકરશી રબારી, કે પી ગઢવી ઉમેદવાર હોઇ શકે છે.

ભાજપમાંથી ગજેન્દ્ર સિંહ ઠાકોર,ખેમજી વાઘેલા, રજનીશ પટેલ ઉમેદવાર હોઇ શકે છે. વાવ વિધાનસભામાં કોંગ્રેસ ભાજપના ઉમેદવારની અટકળોનો દોર શરૂ કરવામાં આવી છે.  છેલ્લી બે ટર્મથી ગેનીબેન કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *