વિદેશી મહિલાનો ગુજરાતમાં કાળો કારોબાર, એક ટ્રીપના મળતા હતા 5 હજાર ડોલર, જાણો વિગત

વિદેશી મહિલાનો ગુજરાતમાં કાળો કારોબાર, એક ટ્રીપના મળતા હતા 5 હજાર ડોલર, જાણો વિગત

વિદેશી મહિલાનો ગુજરાતમાં કાળો કારોબાર, એક ટ્રીપના મળતા હતા 5 હજાર ડોલર, જાણો વિગત

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરી કનેક્શન ખુલતા NCB એ મહિલાની પૂછપરછ શરૂ કરી છે. NCBની કસ્ટડીમા આવેલી 41 વર્ષીય ફિલિપાઇન્સની મહિલા જીનાલીન પડીવાન લીમોનની હેરોઇનના જથ્થા સાથે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

NCBને બાતમી મળી હતી કે વિદેશ માંથી ડ્રગ્સની હેરાફેરી કરવા માટે એક મહિલા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહી છે. જેને લઇને NCB ની ટીમ એરપોર્ટ પરથી મહિલાની અટકાયત કરી તપાસ કરતા સ્કૂલ બેગમાં હેરોઇનનો જથ્થો સંતાડ્યો હતો. જે સ્કૂલ બેંગમા 2.121 કિલો હેરોઇન કુલ 15 કરોડની કિંમત મુદ્દામાલ કબજે કરી મહિલાની ધરપકડ કરી.

એક ટ્રીપ ના 5 હજાર ડોલર મળતા

વિદેશી મહિલા Laos દેશ ના Vientiane એરપોર્ટ થી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જોકે વિદેશી મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરી રહી છે અને વિદેશથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે એક ટ્રીપ ના 5 હજાર ડોલર મળતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ બાદ પૂછપરછ કરતા અત્યાર સુધી 3 વખત ભારત ડ્રગ્સની ડિલિવરી કરવા આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં અગાઉ ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોતા વર્ષ 2022 માં એપ્રિલ અને જૂન મહિનામાં દિલ્હી આવી હતી, ત્યારે પણ ડ્રગ્સ ડિલિવરી કર્યું હોઇ શકે છે.

Laos દેશમાં બેઠા હતા ડ્રગ્સ માફિયા

મહિલા વિદેશી મહિલા ટુર એન્ડ ટ્રાવેલ્સ તેમજ કોસ્મેટિક્સ વસ્તુઓનો ધંધાના બહાને ડ્રગ્સની હેરાફેરી કરે છે. જોકે મહિલાને 3 બાળકો છે અને પતિ સાથે છૂટાછેડા થયા હોવાથી એકલી રહે છે. મહિલા ડ્રગ્સ માફિયાના સંપર્કમાં આવી ગઈ હોવાથી ડ્રગ્સની હેરાફેરી કરી રહી હોવાનુ કબૂલાત કરી રહી છે. જોકે ભારતમાં ડ્રગ્સની ડિલિવરી કરવાની Laos દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયા ફોનમા સૂચના મળ્યા બાદ આપવાનું હતું.

NCB ટીમે હેરોઇનનાં જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી

મહિલા ડ્રગ્સ કોઈ પાસે પહોંચે તે પહેલાં જ NCB ટીમે હેરોઇનનાં જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાત મા ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ડ્રગ્સ એરપોર્ટ થી ઘુસાડી રહ્યા છે ત્યારે આ મહિલા એ અત્યાર સુધી કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી અને ડ્રગ્સ પહોંચાડ્યું છે જેને લઇ વધુ તપાસ શરૂ કરી છે.

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *