![સુરત : કાપોદ્રામાં ગેરકાયદે ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપાયું, 2 લોકોની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/196957-024328678678-314585467637663464929143744897412-368513168158718601.jpg)
સુરત : કાપોદ્રામાં ગેરકાયદે ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપાયું, 2 લોકોની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો
- GujaratOthers
- June 12, 2024
- No Comment
- 13
સુરતમાં ફરી એકવાર ગેરકાયદે ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપાયું છે. સુરત શહેરના કાપોદ્રાના કપૂરવાડી સોસાયટીમાં ગેરકાયદે ગેસ રીફીલિંગ કરતા બે લોકો ઝડપાયા છે. આ બંનેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે કપૂરવાડી સોસાયટીમાં દરોડા પાડીને ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.સબ સ્ટેશન પાસે આગ લાગતા પોલીસ ચેક કરવા પહોંચી હતી. તપાસ દરમિયાન મોટી ગેસ બોટલમાંથી નાની બોટલમાં ગેસ ભરવામાં આવતો હતો.પોલીસે 2 લોકોને પકડી 36 ગેસની બોટલો કબજે કરી હતી.
ઉલ્લેખનીય છે ઝડપાયેલ શખ્શો પોતાના અંગત લાભ માટે સ્થાનિકોના જીવને જોખમ મુક્ત હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અન્ય કોઈ લોકો તેમની સાથે સંકળાયેલા છે કે કેમ? તેની પૂછપરછ શરૂ કરી છે.