T20 World Cup માટે Airtel એ લોન્ચ કર્યો ખાસ પ્લાન, Disney+ Hotstar 3 મહિના માટે બિલકુલ ફ્રી

T20 World Cup માટે Airtel એ લોન્ચ કર્યો ખાસ પ્લાન, Disney+ Hotstar 3 મહિના માટે બિલકુલ ફ્રી

T20 World Cup માટે Airtel એ લોન્ચ કર્યો ખાસ પ્લાન, Disney+ Hotstar 3 મહિના માટે બિલકુલ ફ્રી

વિશ્વમાં હાલ T20 વર્લ્ડ કપનો માહોલ જોરદાર જામ્યો છે. ભારત જેવા ક્રિકેટ પ્રેમી દેશમાં વર્લ્ડ કપને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો તમે પણ ક્રિકેટના ચાહક છો તો એરટેલ તમારા માટે ખાસ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. ટેલિકોમ કંપનીએ T20 World Cupને ધ્યાનમાં રાખીને કેટલાક ખાસ રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે, જેના હેઠળ તમને Disney+ Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. આ સાથે, તમે T20 વર્લ્ડ કપની મેચો મફતમાં જોઈ શકશો.

એરટેલની આ પ્લાન સાથે T20 વર્લ્ડ કપ મેચ જોવાનું ખૂબ જ સરળ બની જશે. કંપની 3 મહિના માટે Disney+ Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહી છે. આ સિવાય 20 થી વધુ OTT પ્લેટફોર્મની પણ જોઈ શકાશે. Hotstar ભારતમાં T20 વર્લ્ડ કપની સત્તાવાર સ્ટ્રીમિંગ પાર્ટનર છે. દેશભરના યુઝર્સ તેની સેવાનો લાભ લઈ શકે છે.

એરટેલનો 499 રૂપિયાનો પ્લાન

T20 વર્લ્ડ કપ પર માટે એરટેલનો રિચાર્જ પ્લાન 499 રૂપિયાથી શરૂ થાય છે. આમાં તમને 28 દિવસ સુધી દરરોજ 3GB હાઇ સ્પીડ ઇન્ટરનેટનો લાભ મળશે. આ પ્લાનમાં Disney+ Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન ત્રણ મહિના માટે આપવામાં આવશે. આ ઉપરાંત, તમને કોઈપણ વધારાના ખર્ચ વિના Airtel Xstream Play પર 20 થી વધુ OTT પ્લેટફોર્મ જોવાની તક મળશે.

એરટેલના રૂ. 839 અને રૂ. 3,359ના પ્લાન

જો તમને વધુ વેલિડિટી જોઈતી હોય તો 839 રૂપિયાનો રિચાર્જ પ્લાન સારો વિકલ્પ બની શકે છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં દરરોજ 2GB ડેટા મળશે, અને 499 રૂપિયા જેવા ફાયદા પણ મળશે.

3,359 રૂપિયાનો વાર્ષિક પ્લાન એક વર્ષ માટે મફત Disney+ Hotstar સબસ્ક્રિપ્શન સાથે આવે છે. તમે Xstream એપ પર OTTનો આનંદ માણી શકો છો. આ સિવાય દરરોજ 2.5GB ડેટા મળશે.

આ એરટેલ ગ્રાહકોને પણ ફાયદો થાય છે

પ્રીપેડ રિચાર્જ પ્લાન્સ ઉપરાંત પોસ્ટપેડ ઇન્ટરનેશનલ રોમિંગ, હોમ બ્રોડબેન્ડ અને એરટેલ ડિજિટલ ટીવી સર્વિસ ગ્રાહકો માટે T20 વર્લ્ડ કપ ઓફર જાહેર કરવામાં આવી છે. યુઝર્સ તેમની સુવિધા અનુસાર પ્લાન પસંદ કરી શકે છે. પોસ્ટપેડ પ્લાન પણ 499 રૂપિયાથી શરૂ થાય છે. હોમ બ્રોડબેન્ડ ગ્રાહકો માટે 999 રૂપિયા, 1,498 રૂપિયા અને 3,999 રૂપિયાની ઓફર્સ છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *