‘સરકારો તો બને છે અને પડી ભાંગે છે’, અનેક નેતાઓ સાથેની બેઠક બાદ સપા સુપ્રીમો અખીલેશે આપ્યા મોટા સંકેત

‘સરકારો તો બને છે અને પડી ભાંગે છે’, અનેક નેતાઓ સાથેની બેઠક બાદ સપા સુપ્રીમો અખીલેશે આપ્યા મોટા સંકેત

‘સરકારો તો બને છે અને પડી ભાંગે છે’, અનેક નેતાઓ સાથેની બેઠક બાદ સપા સુપ્રીમો અખીલેશે આપ્યા મોટા સંકેત

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો આવ્યા બાદ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સક્રિય છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે ગઠબંધનની બેઠક યોજાઈ હતી. તે જ સમયે, હવે ગુરુવારે, સપા પ્રમુખ અખિલેશે મહાગઠબંધનના અનેક નેતાઓ સાથે બેઠક કરી. અખિલેશ હાલ દિલ્હીમાં છે. તેઓ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને મળ્યા હતા. તેમણે SP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકો બાદ અખિલેશે કહ્યું કે, જો સરકાર બને છે તો પડી પણ જાય છે. અખિલેશે આ નિવેદન સાથે મોટા સંકેતો આપ્યા છે.

અખિલેશ યાદવે કહ્યું કે, આ વખતે યુપીમાં જનતાના મુદ્દા પર ચૂંટણી યોજાઈ હતી. જનતાએ તેમના મુદ્દા પર મતદાન કર્યું અને ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો. લોકશાહીમાં સરકારો બને છે તો પડી પણ જાય છે, પરંતુ જ્યારે તમારી પાસે બહુમતી ન હોય ત્યારે તમારે અનેક લોકોને ખુશ કરીને સરકાર બનાવવી પડે છે.

સપા પ્રમુખે કહ્યું કે જનતાએ દેશને બચાવવા, બંધારણ બચાવવા અને અનામત બચાવવા માટે આ જનાદેશ આપ્યો છે. અયોધ્યામાં ભાજપની હાર પર અખિલેશે કહ્યું, હું અયોધ્યાની જનતાનો આભાર માનું છું. અયોધ્યામાં રાજ્ય સરકારે લોકોને અન્યાય કર્યો છે. તેમની જમીન લઈ લેવામાં આવી. તેમને યોગ્ય ન મળ્યુ . લોકો સરકારથી નારાજ હતા. સરકાર તેમની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ રહી છે.

અયોધ્યાથી જીત નોંધાવ્યા બાદ અવધેશ પ્રસાદે કહ્યું કે ચૂંટણી લોકોની છે અને જનતાએ આ ચૂંટણી લડી છે અને આ ચૂંટણી ગરીબી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર લડવામાં આવી છે. જે લોકો રામ લાવ્યા હતા તેમને અમે લાવીશુંના નારા પર અવધેશ પ્રસાદે કહ્યું કે તેઓ રામ નથી લાવ્યા. રામ હંમેશા હતા અને હંમેશા રહેશે અને મારાથી મોટો રામ ભક્ત કોઈ નથી હું અયોધ્યામાં જન્મ્યો છું.

સંજય સિંહે કહ્યું- યોગ્ય સમયે લેશુ યોગ્ય નિર્ણય

આ તરફ AAP સાંસદે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન અત્યારે સરકાર બનાવવાની કોશિષ નહીં કરે. યોગ્ય સમયની રાહ જોઈશુ. બુધવારે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં હાજર રહેલા AAP સાંસદ સંજય સિંહે કહ્યું, ‘જનાદેશ મોદી સરકારની વિરુદ્ધ છે. અમે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં નિર્ણય લઈશું. બેઠકમાં સામૂહિક રીતે નિર્ણય લેવાયો હતો કે જનાદેશ મોદી સરકારની તાનાશાહીની વિરુદ્ધ છે, બંધારણને ખતમ કરવાના પ્રયાસની વિરુદ્ધ છે, અનામતને નાબૂદ કરવાના પ્રયાસની વિરુદ્ધ છે.

સંજય સિંહે વધુમાં કહ્યું કે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. તેણે કહ્યું કે યોગ્ય સમય શું હશે એ કેમેરા સામે ન જણાવી શકાય. રાજનીતિમાં માત્ર શપથ લેવા એ જ ઘટનાક્રમ નથી હોતો. અનેક ઘટનાક્રમ હોય છે. અમે વર્તમાન રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો: “વિદેશમાં યુદ્ધ રોકાવી દેનારા પેપરલીક નથી રોકી શકતા”, NEET રિઝલ્ટ વિવાદ પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *