પૂનમ માડમે લગાવી જીતની હેટ્રિક, કોંગ્રેસ ઉમેદવાર જે પી મારવિયાને હરાવી ભગવો લહેરાવ્યો

પૂનમ માડમે લગાવી જીતની હેટ્રિક, કોંગ્રેસ ઉમેદવાર જે પી મારવિયાને હરાવી ભગવો લહેરાવ્યો

પૂનમ માડમે લગાવી જીતની હેટ્રિક, કોંગ્રેસ ઉમેદવાર જે પી મારવિયાને હરાવી ભગવો લહેરાવ્યો

લોકસભા ચૂંટણીનું પરિણામા જાહેર થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રિક લગાવી છે તમને જણાવી દઈએ કે પૂનમ માડમને 6,17,804 મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવીયાને 3,80,854 મતો મળ્યા છે. આ સાથે પૂનમ માડમને 2,36, 990 મતોની લીડ મળી છે.

પૂનમ માડમે લગાવી જીતની હેટ્રિક

ક્ષત્રિય આંદોલનની અસર જામનગરમાં પણ જોવા મળી હતી તે બધાની આગળની નીકળી ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ભાજપે પૂનમ માંડમ પર ફરી એકવાર વિશ્વાસ મુકીને ટિકીટ આપી હતી ત્યારે આ વખતી જીતની હેટ્રિક નોંધાવતા ભાજપે ફરી જામનગર લોકસભા સીટ પોતાને નામ કરી છે.

2019 અને 2014માં પૂનમ માડમ

જામનગરની બેઠક પર અગાઉ પણ 2019 અને 2014માં પૂનમ માડમ લડી ચૂક્યા છે ત્યારે તે વખતના મતોની વાત કરીએ તો 2014માં પૂનમ માડમને 4,84,412 મતો મળ્યા હતા આ સાથે 2019માં 5,91,588 મતો મળ્યા હતા ત્યારે આ વખતે પણ જીતની હેટ્રીક લગાવતા પૂનમ માડમ 6,17,804 મતો સાથે ભગવો લહેરાવ્યો છે.

ભાજપે જ્યારે તેમના ઉમેદવારોની યાદી બહાર પાડી તેમાં ગુજરાતના 15 ઉમેદવારો હતા અને જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમનું નામ પણ હતું. સતત ત્રીજી ટર્મ માટે ભાજપે પૂનમ માડમની લોકસભાની ઉમેદવારી માટે પસંદગી કરી. જાણકારો કહે છે કે ‘પર્ફૉર્મન્સ, લોકસંપર્ક અને વોટબૅન્ક પર પકડ’ આ ત્રણ કારણોસર ભાજપે ફરી તેમને તક આપી છે. કેટલાક જાણકારો એમ પણ કહે છે કે કૉર્પોરેટ ગૃહો સાથેનો તેમનો ઘરોબો પણ વધુ એક કારણ છે તેમની પસંદગી થવાનું.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *