T20 વર્લ્ડ કપ 2024: દક્ષિણ આફ્રિકાએ જીત સાથે કરી શરૂઆત, શ્રીલંકાની હાર છતાં લડાયક રમત

T20 વર્લ્ડ કપ 2024: દક્ષિણ આફ્રિકાએ જીત સાથે કરી શરૂઆત, શ્રીલંકાની હાર છતાં લડાયક રમત

T20 વર્લ્ડ કપ 2024: દક્ષિણ આફ્રિકાએ જીત સાથે કરી શરૂઆત, શ્રીલંકાની હાર છતાં લડાયક રમત

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને એકતરફી ફેશનમાં 6 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ માત્ર 77 રન જ બનાવી શકી હતી અને જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 17મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકાની જીતનો હીરો ફાસ્ટ બોલર એનરિક નોરખિયા રહ્યો હતો જેણે 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાને આ નિર્ણય મોંઘો સાબિત થયો

શ્રીલંકાના કેપ્ટન વાનેન્દુ હસરંગાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આ તેની ટીમને મોંઘો પડ્યો. ન્યૂયોર્કની બોલિંગ ફ્રેન્ડલી વિકેટ પર શ્રીલંકાના બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા. પ્રથમ 10 ઓવરમાં શ્રીલંકાની ટીમ માત્ર 40 રન બનાવી શકી હતી અને પાંચ વિકેટ પડી હતી. શ્રીલંકાની ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને તેની રમત 5 બોલ પહેલા 77 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. ન્યૂયોર્કની ઈનિંગ્સ એટલી મુશ્કેલ હતી કે શ્રીલંકાએ માત્ર 6 બાઉન્ડ્રી ફટકારી જેમાં 3 ફોર અને 3 સિક્સર સામેલ હતી.

દ.આફ્રિકાને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

એવું નથી કે દક્ષિણ આફ્રિકાએ 78 રનનો ટાર્ગેટ આસાનીથી મેળવી લીધો હતો. ન્યૂયોર્કની પીચ પર દક્ષિણ આફ્રિકાના આક્રમક બેટ્સમેન પણ રન બનાવવા માટે તડપતા જોવા મળ્યા હતા. હેન્ડ્રીક્સ માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. ડી કોકે 20 રન બનાવ્યા પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ 74 રહ્યો. એડન માર્કરામે 12 રન બનાવ્યા હતા. પોતાની તોફાની બેટિંગ માટે પ્રખ્યાત ટ્રિસ્ટન સ્ટબ્સે 28 બોલમાં 13 રનની ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી એક પણ બાઉન્ડ્રી આવી ન હતી. હેનરિચ ક્લાસને અણનમ 19 રન બનાવ્યા અને ડેવિડ મિલર સાથે મળીને આખરે ટીમને વિજય તરફ દોરી ગઈ. શ્રીલંકા તરફથી હસરંગાએ 2 અને શનાકા-થુશારાએ 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ 2024: એનરિક નોરખિયાએ રચ્યો ઈતિહાસ, 18 બોલમાં એક પણ રન ન આપ્યા, 4 વિકેટ લીધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *