લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે શું હોય છે શેરબજારની સ્થિતિ ? જાણો જુનો ઈતિહાસ

લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે શું હોય છે શેરબજારની સ્થિતિ ? જાણો જુનો ઈતિહાસ

લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે શું હોય છે શેરબજારની સ્થિતિ ? જાણો જુનો ઈતિહાસ

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ સમાપ્ત થઈ ગયું છે. આ સાથે જ લગભગ દોઢ મહિનાથી ચાલી રહેલ ચૂંટણી જંગનો અંત આવ્યો છે. હવે તમામ રાજકીય પક્ષો, સમગ્ર દેશ અને દુનિયાની નજર 4 જૂને જનતાના નિર્ણય પર ટકેલી છે. આ દિવસે ખબર પડશે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે કે પછી કોઈ નવા નેતાને આગામી પીએમ બનવાની તક મળશે.

ચૂંટણી અને શેરબજાર એકબીજા સાથે છે સંબંધિત

દલાલ સ્ટ્રીટની નજર પણ લોકસભા ચૂંટણીના પરિણામો પર ટકેલી છે. ચૂંટણી અને શેરબજાર એકબીજા સાથે જોડાયેલા છે. અપેક્ષિત પરિણામો ન મળવાને કારણે શેરબજારમાં ઐતિહાસિક ઘટાડા જોવા મળ્યો છે, તો ઇચ્છિત પરિણામો મળવા પર સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો પણ નોંધાયો છે. ચાલો છેલ્લી કેટલીક લોકસભા ચૂંટણીના પરિણામો અને શેરબજાર પર તેની અસર પર એક નજર કરીએ.

2004 લોકસભા ચૂંટણી

આ લોકસભા ચૂંટણીના પરિણામો બજારની અપેક્ષાઓથી વિપરીત હતા. માનવામાં આવતું હતું કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ફરી એકવાર એનડીએ સરકાર બનશે. પરંતુ, પરિણામો વિપરીત આવ્યા હતા. જેના કારણે પરિણામના દિવસે નિફ્ટીમાં 12.24 ટકા સુધીનો ઘટાડો થયો હતો. જો કે બીજા દિવસે તેમાં 8.3 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે પછીના 5 દિવસમાં લગભગ 16 ટકા જેટલો વધારો થયો હતો.

2009 લોકસભા ચૂંટણી

2009ના ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે નિફ્ટીમાં 17.74 ટકાનો જબરદસ્ત ઉછાળો હતો. જો કે, બીજા દિવસે તે 0.11 ટકા નજીવો ઘટોડો થયો હતો. તો ચૂંટણી પરિણામોના 5 દિવસ પછી 2 ટકા ઘટાડો થયો હતો.

2014 લોકસભા ચૂંટણી

આ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા. જે દિવસે ચૂંટણી પરિણામો આવ્યા તે દિવસે નિફ્ટીમાં 1.12 ટકાનો વધારો થયો હતો. બીજા દિવસે 0.84 ટકા ઘટાડો નોંધાયો હતો. તો પરિણામોના 5 દિવસમાં નિફ્ટીમાં 2.28 ટકા વધારો થયો હતો.

2019 લોકસભા ચૂંટણી

2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી સરકારની રચના થઈ. ચૂંટણી પરિણામોના દિવસે નિફ્ટીમાં 0.69 ટકાનો ઘટોડો થયો હતો. બીજા દિવસે 1.6 ટકા વધારો થયો હતો. તો પરિણામના 5 દિવસ બાદ નિફ્ટીમાં 2.48 ટકાનો વધારો થયો હતો.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *