જૂન મહિનાનું પહેલું સપ્તાહ રોકાણકારો માટે મહત્વનું રહેશે, 6 IPO માં રોકાણની તક ઉપલબ્ધ

જૂન મહિનાનું પહેલું સપ્તાહ રોકાણકારો માટે મહત્વનું રહેશે, 6 IPO માં રોકાણની તક ઉપલબ્ધ

જૂન મહિનાનું પહેલું સપ્તાહ રોકાણકારો માટે મહત્વનું રહેશે, 6 IPO માં રોકાણની તક ઉપલબ્ધ

Upcoming IPO : જૂનનું પહેલું સપ્તાહ 3જી જૂનથી શરૂ થઈ રહ્યું છે. જે પ્રકારના એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે તેના કારણે શેરબજારમાં ઘણી એક્શન જોવા મળી શકે છે. બીજી તરફ રોકાણકારો માટે આ અઠવાડિયે કમાણીની ઘણી તકો હશે.

શેરબજારમાં મુખ્ય ત્રણ આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યા છે. જેમાં એક આઈપીઓ મેઈનબોર્ડનો હશે. બે આઈપીઓ એસએમઈના હશે. આ સિવાય ત્રણ IPO છે જે 3 જૂન અને 4 જૂને બંધ થવા જઈ રહ્યા છે. જે 30 અને 31 મેના રોજ ખોલવામાં આવ્યા હતા.

આ IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે

  • Chronox Lab Sciences IPO: તે 3 જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 5 જૂને બંધ થશે. આ રૂપિયા 130.15 કરોડનો બુક-બિલ્ડ ઇશ્યૂ છે જેમાં સંપૂર્ણ રીતે 0.96 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 129 થી 136 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
  • Magenta Lifecare IPO: તે 5 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 7 જૂને બંધ થશે. આ IPOનું કદ રૂપિયા 7 કરોડ છે અને 20 લાખ શેરનો નવો ઈશ્યુ છે. IPOની પ્રાઇસ બેન્ડ 35 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
  • Sattrix IPO : તે 5 જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 7 જૂને બંધ થશે. આ એક SME IPO છે જેનું કદ રૂપિયા 21.78 કરોડ છે. તેમજ 18 લાખ શેરનો નવો ઈશ્યુ છે. SME IPOની પ્રાઇસ બેન્ડ 121 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
  • Associated Coaters IPO : જો કે, આ IPO 30મી મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. જે 3 જૂને બંધ થશે. 5.11 કરોડના આ IPOમાં 4.22 લાખ શેર મૂકવામાં આવ્યા છે. IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 121 છે.
  • Amtron Electronics IPO: તે 30મી મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યું છે અને 3જી મેના રોજ બંધ થશે. SME IPOનું કદ રૂ. 87.02 કરોડ છે અને આ ઈસ્યુમાં 54.05 લાખ નવા શેર મૂકવામાં આવ્યા છે. IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂપિયા 153 થી રૂ. 161 નક્કી કરવામાં આવી છે.
  • TBI Corn IPO : તે 31મી મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યું છે અને 4મી મેના રોજ બંધ થશે. SME IPOનું કદ રૂપિયા 44.94 કરોડ છે. આ ઈસ્યુમાં કુલ 47.81 લાખ શેર સામેલ કરવામાં આવ્યા છે. IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 90 થી 94 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *