9 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ, મિત્ર જોડે બેસી હતી ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ કર્યું
- GujaratOthers
- October 9, 2024
- No Comment
- 2
હરિયાણામાં ભવ્ય જીત બાદ PM મોદીએ હુંકાર કરતા કહ્યું કે વિરોધીઓના જુઠ્ઠાણાઓ પર વિકાસની જીત છે. મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ માટે નો એન્ટ્રી છે. કોંગ્રેસ પર PM મોદીએ સણસણતા ચાબખાં લગાવતા કહ્યું જાતિનું ઝેર ફેલાવી કોંગ્રેસનું ભારતના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. પરજીવી પાર્ટી બની એટલે જ હારી છે. તો જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ+NC ગઠબંધનની સરકાર બની. ફારુક અબ્દુલ્લાએ કહ્યું, આગામી CM ઓમર અબ્દુલ્લા છે. PMએ તેમને અભિનંદન આપ્યા. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને અંતિમ રિપોર્ટ તૈયાર કરાયો. કમિટી ટૂંક સમયમાં રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપશે. કરોડોની GST ચોરીનો મામલે ક્રાઈમ બ્રાન્ચે 4 લોકોની ધરપકડ કરી. ધ્રુવી કંપનીના બિલનો ઉપયોગ કરતી અન્ય 12 કંપની સામે પણ ફરિયાદ દાખલ. ભાયલી ગેંગરેપ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. ત્રણેય આરોપીઓની પુછપરછ કરાશે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.