30 જૂનના મહત્વના સમાચાર : T20 વિશ્વકપમાં 17 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બન્યું ભારત, રસાકસી ભરી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 7 રને થયો વિજય, દેશભરમાં જશ્નનો માહોલ
- GujaratOthers
- June 30, 2024
- No Comment
- 10
દેશને રાજ્યના મહત્વના સમાચારોની વાત કરીએ તો 17 વર્ષ બાદ T-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયા ફરી વિશ્વ ચેમ્પિયન બન્યુ છે. અત્યંત રસાકસી ભરેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને કચડી ભારતે વર્લ્ડ કપ ટ્રોફી પોતાને નામ કરી છે. દેશના અન્ય સમાચારો પર નજર કરીએ તો દિલ્હી સીએમ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. 3 દિવસની કસ્ટડી પૂર્ણ થતા CBIએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, રાજ્યના હવામાનની વાત કરીએ તો આજથી સાત દિવસ સુધી સમગ્ર રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે