25 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન, સવારથી જ મત આપવા લાગી લાંબી કતારો
- GujaratOthers
- September 25, 2024
- No Comment
- 16
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્રશાસિત પ્રદેશના તમામ 6 મતદાન જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દરેક ખૂણે-ખૂણે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મુમાં આજે અનેક ક્ષેત્રના વ્યાવસાયિકો સાથે બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આનાથી વ્યાવસાયિકો ક્ષેત્રના મહત્વના પડકારો વિશે ખુલ્લી ચર્ચા કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે હરિયાણાના ગોહાનામાં રેલી કરશે. આ રેલીમાં રોહતક, સોનીપત અને પાણીપતની 22 વિધાનસભા બેઠકોના ઉમેદવારો પણ ભાગ લેશે. આ પહેલા તેમણે 14 સપ્ટેમ્બરે કુરુક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. વડોદરામાં વિશ્વામિત્રી નદી અને કાંસ પરના દબાણો સામે લાલ આંખ કરી છે. CMના આદેશ બાદ મનપાએ 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી. 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. ખેડાના ડાકોર મંદિરના પ્રસાદની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. મંદિરના પૂજારીએ વીડિયો સોશિયલ મીડિયામાં મુકી પ્રસાદમાંથી દુર્ગંધ આવતી હોવાનો દાવો કર્યો. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. 26, 27, અને 28 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.