24 ઓગસ્ટના મહત્વના સમાચાર : સરકારી બાદ હવે રાજ્યની ખાનગી મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારો

24 ઓગસ્ટના મહત્વના સમાચાર : સરકારી બાદ હવે રાજ્યની ખાનગી મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારો

24 ઓગસ્ટના મહત્વના સમાચાર : સરકારી બાદ હવે રાજ્યની ખાનગી મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારો

સરકારી બાદ હવે રાજ્યની ખાનગી મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારો થયો છે. સરકારી બેઠકમાં 2.44 લાખ, તો મેનેજમેન્ટ ક્વોટાની બેઠકમાં 5.25 લાખ સુધીનો ફી વધારો થયો છે.  ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.  સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. નર્મદા ડેમની જળસપાટી 135 મીટરને પાર પહોંચી છે. જળસ્તર જાળવી રાખવા ડેમના 9 દરવાજા ખોલાયા છે.  આજથી રાજકોટમાં લોકમેળાનો રંગારંગ પ્રારંભ થશે, પરંતુ યાંત્રિક રાઈડસ અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. રાઈડ્સના સંચાલકોને લાયસન્સિંગ ઓથોરિટી સમક્ષ અરજી કરવા સૂચના આપવામાં આવી છે. PM મોદી સાથે મુલાકાત બાદ ઝેલેન્સકી બોલ્યા કે યુદ્ધ રોકવા ભારત અમારો પક્ષ લે, તો દ્વિપક્ષિય ચર્ચામાં PM મોદીએ કહ્યું,, યુદ્ધ સમસ્યાનું સમાધાન નથી. કોલકાતા રેપ-મર્ડર કેસનો આરોપી સંજય રોય 1 દિવસના CBI રિમાન્ડ પર છે. આરોપી પોલિગ્રાફી ટેસ્ટ માટે તૈયાર છે. પ્રિન્સિપાલ અને સાથી ડોક્ટરોની પણ પૂછપરછ થશે.

Related post

માર્ગ અકસ્માતમાં ભારતની હાલત ખરાબ, જાણો કયા રાજ્યોમાં થાય છે સૌથી વધુ અકસ્માતો 

માર્ગ અકસ્માતમાં ભારતની હાલત ખરાબ, જાણો કયા રાજ્યોમાં થાય…

દેશમાં દરરોજ થતા રોડ અકસ્માતોને લઈને દિલ્હી સરકારનો એક વિશેષ અહેવાલ સામે આવ્યો છે. જે મુજબ મોટાભાગના અકસ્માતો રાત્રીના નવ વાગ્યાથી…
લો બોલો, મેરઠમાં હેલિપેડ પર પાર્ક કરેલ હેલિકોપ્ટર ચોરાઈ ગયું, પાઈલટે કરી પોલીસ ફરિયાદ

લો બોલો, મેરઠમાં હેલિપેડ પર પાર્ક કરેલ હેલિકોપ્ટર ચોરાઈ…

મેરઠમાં એરસ્ટ્રીપ પર હેલિકોપ્ટર લૂંટના મામલામાં નવો વળાંક આવ્યો છે. આ ઘટના ત્રણ મહિના પહેલા બની હતી. જેમાં એક એવિએશન કંપનીના…
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ટીમ ઈન્ડિયાની સતત ચોથી જીત, સેમીફાઈનલ પહેલા પાકિસ્તાન સામે થશે ટક્કર

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ટીમ ઈન્ડિયાની સતત ચોથી જીત, સેમીફાઈનલ…

પેરિસ ઓલિમ્પિક ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન જારી છે. ઓલિમ્પિક બાદ હવે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *