21મી જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, બનાસકાંઠાના નડાબેટ ખાતે થશે રાજ્યકક્ષાની ઉજવણી

21મી જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, બનાસકાંઠાના નડાબેટ ખાતે થશે રાજ્યકક્ષાની ઉજવણી

21મી જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, બનાસકાંઠાના નડાબેટ ખાતે થશે રાજ્યકક્ષાની ઉજવણી

દેશભરમાં 21મી જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વખતે રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં કરવામાં આવશે. ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ અપાયો છે. આ બેઠકમાં રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર રાજ્યભરમાં 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવણી કરવામાં આવશે.

ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી શાળાઓ, કોલેજ, આઈ.ટી.આઈ, જેલ, આરોગ્ય, પોલીસ સહિતના વિભાગોમાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને 2015 થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે. દર વર્ષે 21મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોની સહભાગીતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *