21મી ઓગસ્ટે ભારત બંધ : શું આજે બેંક, શેરબજાર અને પોસ્ટ ઓફિસ પણ રહેશે બંધ? ઘર છોડતા પહેલા આ અપડેટ્સ ચેક કરો

21મી ઓગસ્ટે ભારત બંધ : શું આજે બેંક, શેરબજાર અને પોસ્ટ ઓફિસ પણ રહેશે બંધ? ઘર છોડતા પહેલા આ અપડેટ્સ ચેક કરો

21મી ઓગસ્ટે ભારત બંધ : શું આજે બેંક, શેરબજાર અને પોસ્ટ ઓફિસ પણ રહેશે બંધ? ઘર છોડતા પહેલા આ અપડેટ્સ ચેક કરો

આજે દેશભરમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. SC/ST અનામત પર સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના વિરોધમાં આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21 ઓગસ્ટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આવી સ્થિતિમાં આજે મોટાભાગની વસ્તુઓ બંધ રહેશે. આ બધાની વચ્ચે લોકોના મનમાં એક સવાલ છે કે શું બેંક, શેરબજાર અને પોસ્ટ ઓફિસ 21 ઓગસ્ટે ખુલશે કે નહીં. જો તમારું પણ આજે બેંકમાં કોઈ કામ છે તો ઘર છોડતા પહેલા અહીં ભારત બંધ સાથે જોડાયેલી વાતો જાણી લો.

શું બેંકો પણ બંધ રહેશે?

21 ઓગસ્ટ, 2024ના રોજ દેશવ્યાપી ભારત બંધથી બેંકોને કોઈ અસર થશે નહીં. બેંકની તમામ શાખાઓ ખુલ્લી રહેશે અને કામકાજ રાબેતા મુજબ થશે. ભારત બંધના અવસર પર, વિરોધ પ્રદર્શનના આયોજકોએ તમામ વ્યવસાયિક સંસ્થાઓને બંધ રાખવાની હાકલ કરી છે.

વીકએન્ડ ઉપરાંત ગુજરાત, ઓડિશા, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, સિક્કિમ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર, છત્તીસગઢ રાજ્ય, ઝારખંડ, મેઘાલય, હિમાચલમાં જન્માષ્ટમી (શ્રાવણ વદ-8) કૃષ્ણ જયંતિ નિમિત્તે સોમવારે 26 ઓગસ્ટે પ્રદેશ અને શ્રીનગર / બેંકો બંધ રહેશે.

પોસ્ટ ઓફિસમાં કામ હશે? :

સરકારી ઇમારતો, પોસ્ટ ઓફિસો, બેંકો, શાળાઓ, કોલેજો અને ગેસ સ્ટેશનો સામાન્ય રીતે કામ કરે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત તબીબી સુવિધાઓ, પીવાના પાણીનો પુરવઠો, રેલ સેવાઓ, જાહેર પરિવહન અને વીજળી પુરવઠો જેવી આવશ્યક સેવાઓ પણ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે.

શેરબજારો ખુલશે? :

આજે શેરબજાર ખુલ્લુ જ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા આ સંબંધમાં કોઈ અલગથી માહિતી આપવામાં આવી નથી. મતલબ કે શેરબજાર સામાન્ય દિવસોની જેમ કામ કરે છે. આ સમયગાળા દરમિયાન વેપારી પ્રવૃત્તિઓ પર કોઈપણ પ્રકારની અસર પડશે નહીં.

શું બંધ રહેશે? :

અડચણો હોવા છતાં આવશ્યક સેવાઓ કાર્યરત રહેવાની અપેક્ષા છે. ભારત બંધની અસર અમુક અંશે જાહેર પરિવહન અને ખાનગી ઓફિસો પર જોવા મળે તેવી શક્યતા છે, પરંતુ એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

બંધથી પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી અવરોધોનો સામનો કરવા માટે ઘર છોડતા પહેલા સ્થાનિક સમાચાર અને ઓફિશિયલ ચેનલો દ્વારા માહિતી લેતા રહો.

  • સરકારી કચેરીઓ, શાળાઓ, બેંકો અને કોલેજો ખુલ્લી રહેશે.
  • એમ્બ્યુલન્સ સર્વિસ, ઈમરજન્સી, હોસ્પિટલ અને મેડિકલ સેવાઓ ચાલુ રહેશે.
  • ફાર્મસીઓ પણ ખુલ્લી રહેશે.
  • પોલીસ સર્વિસ પણ એક્ટિવ રહેશે.

Related post

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…
પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી

પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને…

અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *