2 પંખા, 4 LED બલ્બ અને ફ્રિજ ચલાવવા માટે કેટલી મોટી સોલાર પેનલ લગાવવી પડે અને કેટલી મળે સબસિડી ?

2 પંખા, 4 LED બલ્બ અને ફ્રિજ ચલાવવા માટે કેટલી મોટી સોલાર પેનલ લગાવવી પડે અને કેટલી મળે સબસિડી ?

2 પંખા, 4 LED બલ્બ અને ફ્રિજ ચલાવવા માટે કેટલી મોટી સોલાર પેનલ લગાવવી પડે અને કેટલી મળે સબસિડી ?

ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ સાથે જ લોકો માટે ઘરની અંદર જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. ગરમીથી બચવા લોકોએ વીજ ઉપકરણોનો સહારો લેવો પડે છે. જેના કારણે વીજળીનું બિલ ખૂબ જ વધારે આવે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોએ વીજળીના બિલમાંથી છુટકારો મેળવવા માટે એક નવી યુક્તિ અજમાવી છે.

ઘણા લોકો હવે તેમના ઘરોમાં સોલાર પેનલ લગાવી રહ્યા છે. જેના કારણે વીજળીના બિલમાં પણ રાહત મળી રહી છે. જો તમારે ઘરમાં બે પંખા, ચાર LED બલ્બ અને એક ફ્રીજ ચલાવવું હોય, તો તમારે કેટલી ક્ષમતાની સોલાર પેનલની જરૂર પડશે અને તેના પર તમને કેટલી સબસિડી મળશે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

1 કિલોવોટની સોલાર પેનલમાં ચાલશે આટલા ઉપકરણો

જો તમે ઘરમાં ઘણા વીજ ઉપકરણોનો ઉપયોગ કરતા નથી, તો તમારા માટે 1 કિલોવોટની ક્ષમતાવાળી સોલાર પેનલ પૂરતી છે. 1 કિલો વોટની સોલાર પેનલ સાથે તમે તમારા ઘરમાં બે પંખા સરળતાથી ચલાવી શકો છો.આ સાથે તમે 4 LED બલ્બનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે ફ્રીજની સાથે સાથે ટીવી પણ ચલાવી શકો છો. તમને જણાવી દઈએ કે 1 કિલોવોટની ક્ષમતાવાળી સોલાર પેનલથી એક દિવસમાં 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે.

50 ટકા સુધીની સબસિડી મળશે

જો કોઈ પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવે છે તો તેમાં બેવડો ફાયદો થાય છે. ચાલો તમને સમજાવીએ કે તે કેવી રીતે થાય છે. સરકાર સોલર પેનલ લગાવવા માટે લોકોને સબસિડી આપી રહી છે. આ માટે ભારતમાં યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. અને તમે યોજના હેઠળ તમારા ઘરમાં 1 કિલોવોટ સોલર પેનલ લગાવવા માટે અરજી કરો છો. તેથી તમને લગભગ 50 ટકા સબસિડી મળે છે.

1 કિલોવોટ સોલર પેનલ લગાવવા માટે 30 હજારથી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જેના પર સરકાર દ્વારા 15 હજારથી 20 હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. સબસિડી તમારા સોલર પેનલના ખર્ચને ઘટાડે છે. તેથી, સોલાર પેનલ લગાવ્યા પછી તમારા ઘરના વીજળી બિલનો ખર્ચ પણ નીકળી જાય છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *