1 શેર પર 3 Bonus Share આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ થઈ છે જાહેર, જેની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી

1 શેર પર 3 Bonus Share આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ થઈ છે જાહેર, જેની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી

1 શેર પર 3 Bonus Share આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ થઈ છે જાહેર, જેની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી

Bonus Stock 2024 : બોનસ શેરનું વિતરણ કરતી કંપનીઓ રોકાણકારો માટે સારા સમાચાર છે. રેમીડિયમ લાઇફકેર લિમિટેડે બોનસ શેરનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, શેરની કિંમત 100 રૂપિયાથી ઓછી છે.

જુલાઈમાં રેકોર્ડ ડેટ

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે તેણે 1 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે એક શેર પર 3 શેર બોનસ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે શનિવાર 6 જુલાઈ, 2024ની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. એટલે કે આ દિવસે જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડ બુકમાં હશે તેમને જ બોનસ શેરનો લાભ મળશે.

કંપની બીજી વખત બોનસ શેરનું વિતરણ કરી રહી છે

કંપનીએ સૌપ્રથમ જુલાઇ 28 2023ના રોજ એક્સ-બોનસ સ્ટોક તરીકે વેપાર કર્યો હતો. ત્યારે કંપનીએ 5 શેર પર 9 શેરનું બોનસ આપ્યું હતું. આ સ્ટોક પણ બે વખત વિભાજિત કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2023ના રોજ એક્સ-સ્પ્લિટમાં શેરનું ટ્રેડિંગ થયું હતું. પછી કંપનીના શેરને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા. જે બાદ ફેસ વેલ્યુ 10 રૂપિયાથી ઘટાડીને 5 રૂપિયા કરવામાં આવી હતી.

આ વર્ષે 23 ફેબ્રુઆરીએ સ્ટોક એક્સ-સ્પ્લિટ ટ્રેડ થયો હતો. પછી કંપનીના શેરની ફેસ વેલ્યુ 5 રૂપિયાથી ઘટીને 1 રૂપિયા પ્રતિ શેર થશે.

શેરબજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?

શુક્રવારે કંપનીના શેરનો ભાવ 0.51 ટકાના ઘટાડા સાથે રૂપિયા 77.30 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 9.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે છેલ્લા એક મહિનામાં આ સ્ટોકની કિંમતમાં 24 ટકાનો ઘટાડો થયો છે.

કંપનીનું 52 સપ્તાહનું હાઈ લેવલ રૂપિયા 179.66 અને 52 સપ્તાહનું લો લેવલ રૂપિયા 66.83 પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 779.18 કરોડ છે.

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.TV9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.)

 

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *