1 શેર પર 130 રૂપિયા ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જુલાઈના પ્રથમ સપ્તાહમાં છે રેકોર્ડ ડેટ

1 શેર પર 130 રૂપિયા ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જુલાઈના પ્રથમ સપ્તાહમાં છે રેકોર્ડ ડેટ

1 શેર પર 130 રૂપિયા ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જુલાઈના પ્રથમ સપ્તાહમાં છે રેકોર્ડ ડેટ

આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં ઘણી કંપનીઓ એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરશે. આ કંપનીઓની યાદીમાં SKF ઈન્ડિયા લિમિટેડ પણ સામેલ છે. કંપની એક શેર પર 130 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. ચાલો જાણીએ કે કંપની કયા દિવસે એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરશે.

જુલાઈમાં રેકોર્ડ ડેટ કયા દિવસે છે ?

કંપનીએ શેરબજારોને આપેલી માહિતીમાં કહ્યું છે કે 1 શેર પર 130 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીએ આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 4 જુલાઈ 2024 નક્કી કરી છે. એટલે કે આ દિવસે જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડ બુકમાં હશે તેમને ડિવિડન્ડનો લાભ મળશે.

અગાઉ પણ ચૂકવ્યું છે ડિવિડન્ડ

કંપનીએ અગાઉ ઘણી વખત ડિવિડન્ડ ચૂકવ્યું છે. SKF ઇન્ડિયા લિમિટેડે છેલ્લી વખત 28 જૂન, 2023ના રોજ એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કર્યું હતું. ત્યારે કંપનીએ શેર દીઠ રૂ. 40નું ડિવિડન્ડ આપ્યું હતું. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર, 2021 અને 2022માં કંપનીએ પ્રતિ શેર 14.50 રૂપિયાના દરે ડિવિડન્ડનું વિતરણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, 2020માં કંપનીએ 1 શેર પર 130 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

કંપનીનું શેરબજારમાં પ્રદર્શન

શુક્રવારે બજાર બંધ થવાના સમયે BSE પર શેરનો ભાવ 0.78 ટકાના વધારા સાથે રૂ. 6791.05 રહ્યો હતો. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 44 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તો જે રોકાણકારો પાસે એક વર્ષથી આ સ્ટોક છે, તેઓએ અત્યાર સુધીમાં 38.90 ટકાનો નફો મેળવ્યો છે. કંપની શેરનો 52 વીક હાઈ ભાવ રૂ. 7349 અને 52 વીક લો ભાવ રૂ. 4025 છે. આ કંપનીનું માર્કેટ કેપ 33,573.57 કરોડ રૂપિયા છે.

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *