હીટસ્ટ્રોક શરીરના આ અવયવોને એક સાથે કરે છે અસર, જે બને છે મોતનું કારણ

હીટસ્ટ્રોક શરીરના આ અવયવોને એક સાથે કરે છે અસર, જે બને છે મોતનું કારણ

હીટસ્ટ્રોક શરીરના આ અવયવોને એક સાથે કરે છે અસર, જે બને છે મોતનું કારણ

આ વર્ષે દેશમાં ગરમી અને હીટ વેવનો કહેર જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે અનેક લોકોના મોત થયા છે. હોસ્પિટલોમાં ગરમી અને હીટ વેવના કારણે બીમાર પડતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિવિધ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દરરોજ હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ રહી છે. તબીબોનું કહેવું છે કે, હીટસ્ટ્રોક શરીરના અનેક અંગોને એક સાથે અસર કરે છે. જેના કારણે મૃત્યુ થાય છે. આવી સ્થિતિમાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

દિલ્હી સ્થિત આરએમએલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. અજય ચૌહાણે જણાવ્યું કે, માનવ શરીરના તમામ અંગોને એક ચોક્કસ તાપમાનની જરૂર હોય છે. આ તાપમાન 98.6 અથવા 99 ડિગ્રી ફેરનહીટ ( કે જે શરીરનું તાપમાન હોય છે) છે. જો બહારના તાપમાનની વાત કરીએ તો, આપણું શરીર 37 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં યોગ્ય રીતે કામ કરી શકે છે, પરંતુ જો બહારનું તાપમાન આનાથી વધુ હોય તો હીટ સ્ટ્રોકનું જોખમ રહે છે. છેલ્લા લાંબા સમયથી ગરમીનું પ્રમાણ સતત 45 થી ઉપર રહ્યું હોવાથી હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે.

હીટ સ્ટ્રોકમાં મૃત્યુદર 70-80 ટકા

આરએમએલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. અજય ચૌહાણે જણાવ્યા મુજબ હીટ સ્ટ્રોકમાં મૃત્યુદર 70-80 ટકા છે. એટલે કે હીટ સ્ટ્રોકના કારણે આટલી ટકાવારીમાં મૃત્યુ થાય છે. આવી સ્થિતિમાં તેની સામે રક્ષણ કરવું જરૂરી છે. જો કોઈને હીટ સ્ટ્રોકના લક્ષણો દેખાય તો તરત જ સારવાર અર્થે હોસ્પિટલમાં જવું જોઈએ. જો તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ હીટસ્ટ્રોકનો ભોગ બન્યું છે તો તેના ગળાની નીચે બરફ રાખો અને દર્દીને પંખામાં બેસાડો જેથી તેના શરીરનું તાપમાન થોડું ઓછું થઈ શકે.

ડો. અજય ચૌહાણે હીટસ્ટ્રોકની અસર પામેલ વ્યક્તિ અંગે જણાવ્યું કે, ગરમીના આ વાતાવરણમાં મોટાભાગના લોકો 30 થી 50-55 વર્ષની વયના વધુ હોસ્પિટલમાં આવે છે, આ એવા લોકો છે જે બહાર કામ કરે છે. જેમને આજીવિકા મેળવવા માટે તેમને તડકામાં પણ સખત મહેનત કરવી પડે છે.

ગરમી શરીરના આ અંગોને અસર કરે છે

મગજ પર થતી અસર

ડોકટરનું કહેવું છે કે ગરમી શરીરના ઘણા ભાગોને અસર કરે છે. તે મગજ ઉપર પણ અસર કરે છે. ગરમી અને હીટસ્ટ્રોકને કારણે ગભરામણ, ચીડિયાપણું, મૂંઝવણ, એપીલેપ્સી જેવા હુમલા અને ચાલવામાં તકલીફ જેવી સમસ્યા પણ થઈ શકે છે. વ્યક્તિ પડી જઈ શકે છે, હાથ-પગમાં ધ્રુજારી આવી શકે છે, મગજની ચેતાનો લકવો પણ થઈ શકે છે.

હૃદય

ભારે ગરમીને કારણે હૃદયના ધબકારા વધી શકે છે. આને કારણે, મ્યોકાર્ડિયલ નુકસાન થઈ શકે છે, જે કાર્ડિયાક નિષ્ફળતા તરફ દોરી શકે છે. કેટલીકવાર લોકો તેને હાર્ટ એટેક માની લે છે, પરંતુ પછી ખબર પડે છે કે તે હીટ સ્ટ્રોકને કારણે થયું હતું. આવી સ્થિતિમાં, મૃત્યુનું મોટું જોખમ છે. હીટ સ્ટ્રોક પછી હૃદયની આ સમસ્યા મૃત્યુનું કારણ બની જાય છે.

પેટ

પેટમાં ઈન્ફોકશન થઈ શકે છે. આના કારણે ઝાડા થાય છે. કેટલાક લોકોને કમળો પણ થઈ શકે છે, લીવરને પણ ગંભીર અસર થઈ શકે છે અને નુકસાન થઈ શકે છે. આનાથી સ્નાયુઓને પણ ઘણું નુકસાન થાય છે, જો આવું થાય તો કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *