હિંમતનગરમાં રખડતાં પશુઓનો આતંક, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, CCTV વીડિયો. જુઓ

હિંમતનગરમાં રખડતાં પશુઓનો આતંક, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, CCTV વીડિયો. જુઓ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથકમાં વધુ એકવાર પશુઓના આતંકનો મામલો સામે આવ્યો છે. રખડતાં પશુઓને નિયંત્રણ મેળવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે, ત્યાં હવે એક મહિલાને આખલાએ અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી છે. હિંમતનગર શહેરમાં બેરણાં રોડ પર આવેલા શુભ ટેનામેન્ટ પાસેથી એક મહિલા મોપેડ લઈને પસાર થઈ રહી હતી. એ દરમિયાન એક રખડતાં આખલાએ પૂરપાટ ઝડપે દોડી આવીને મહિલાને અડફેટે લીધી હતી.

એક મકાનના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી. જેમાં નજર આવી રહ્યું છે કે, મહિલા મોપેડ લઈને પસાર થઈ રહી છે. એ દરમિયાન જ જમણી બાજુની એક ગલીમાંથી આખલો દોડી આવીને મહિલાને અડફેટે લઈ રહ્યો છે. મહિલાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ સ્થાનિકોમાં પણ પાલિકા તંત્ર સામે રોષ વ્યાપી રહ્યો છે.

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *