![હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/199442-544308145084626233889684295742-123091047581839510809747-235135086995.jpg)
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
- GujaratOthers
- June 25, 2024
- No Comment
- 9
હિંમતનગરના હડિયોલ ગામના યુવાનો દ્વારા ગામના ત્રણ એકરના ગૌચર વિસ્તારમાં 1100 છોડનું વૃક્ષારોપણ કર્યું છે. યુવાનોએ લોકભાગીદારીથી 10 દિવસમાં આ વૃક્ષારોપણ કર્યુ છે. જેમાં વન વિભાગનો સહયોગ મેળવીને લીમડા, પવિત્ર પીંપળ અને વડ સહિતના વૃક્ષોને રોપવામાં આવ્યા છે.
યુવાનો દ્વારા પોતાના ગામ અને આસપાસમાં હરિયાળું વાતાવરણ બને એ માટે થઈને આ પ્રયાસ કર્યો છે. જે માટે ગામના યુવાનોએ પંચાયતના ટ્યુબવેલ મારફતે સિંચાઈની વ્યવસ્થા પણ ગોઠવી છે અને વૃક્ષારોપણ કરેલ વિસ્તારને ફેન્સીંગ કરીને સુરક્ષિત કર્યો છે.