હરિયાણામાં ચૌટાલા પરિવારના ચૌધરીપણાનો આવ્યો અંત, ચૂંટણીમાં ઈનેલો અને JJP સંપૂર્ણપણે નિષ્ફળ

હરિયાણામાં ચૌટાલા પરિવારના ચૌધરીપણાનો આવ્યો અંત, ચૂંટણીમાં ઈનેલો અને JJP સંપૂર્ણપણે નિષ્ફળ

હરિયાણામાં ચૌટાલા પરિવારના ચૌધરીપણાનો આવ્યો અંત, ચૂંટણીમાં ઈનેલો અને JJP સંપૂર્ણપણે નિષ્ફળ

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ચૌટાલા પરિવારના સૂપડા સાફ થતા જોવા મળી રહ્યા છે. ચૌટાલા પરિવાર સાથે જોડાયેલા ઈન્ડિયન નેશનલ લોકદળ, જનનાયક જનતા પાર્ટી ખાતું ખોલાવવા માટે પણ મશક્કત કરી રહી છે. પરિવારના બંને દિગ્ગજ દુષ્યંત ચૌટાલા અને અભય ચૌટાલા તેમની બેઠક પરથી ખરાબ રીતે હારી રહ્યા છે.

કોણ કોણ છે ચૌટાલા પરિવારના ઉમેદવારો?

દુષ્યંત ચૌટાલા- હિસારના ઉચાના કલાંથી ચૂંટણી લડી રહેલા દુષ્યંત ચૌટાલા રેસમાંથી બહાર છે. દુષ્યંત અહીંથી છઠ્ઠા નંબર પર ચાલી રહ્યા છે. દુષ્યંત માટે જમાનત બચાવવી પણ મુશ્કેલ છે.

અભય ચૌટાલા-

સિરસાના એલનાબાદથી ચૂંટણી લડી રહેલા અભય ચૌટાલા ઘણા પાછળ છે. અભય પણ INLD તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર છે. અભયની સીટ પર કોંગ્રેસ આગળ છે

આદિત્ય ચૌટાલા-

ડબાવાલી સીટથી ચૂંટણી લડી રહેલા અભય ચૌટાલાનો પુત્ર આદિત્ય બીજા નંબર પર છે. આ બેઠક એક સમયે ચૌટાલા પરિવારનો ગઢ ગણાતી હતી. કોંગ્રેસ અહીંથી આગળ છે.

દિગ્વિજય ચૌટાલા-

દુષ્યંત ચૌટાલાના ભાઈ દિગ્વિજય ડબાવાલી બેઠક પરથી મેદાને છે. અહીંથી દિગ્વિજય ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે. દિગ્વિજયને જેજેપીના મોટા નેતા માનવામાં આવે છે.

અર્જુન ચૌટાલા-

અભય ચૌટાલાના પુત્ર અર્જુન ચૌટાલા રાનિયા બેઠક પરથી આગળ છે.અહીંથી તેમના દાદા રણજીત ચૌટાલા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પરથી રણજીત બીજા ક્રમે છે.

જમીનદોસ્ત થઈ ગયુ ચૌટાલા પરિવારનું ચૌધરીપણુ

1967માં હરિયાણાને અલગ કર્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી હરિયાણાના રાજકારણમાં ચૌટાલા પરિવારનું રાજકીય વર્ચસ્વ રહ્યું છે. તે સમયે ચૌધરી દેવીલાલ મુખ્ય ભૂમિકામાં હતા. દેવીલાલે 1967થી 1989 સુધી હરિયાણાની રાજનીતિ કરી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ બે વખત હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા.

1989માં ભારતના નાયબ વડાપ્રધાન બન્યા બાદ દેવીલાલે મુખ્યમંત્રીની ખુરશી તેમના પુત્ર ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલાને સોંપી હતી. તે સમયે તેમના નાના પુત્ર રણજીત ચૌટાલા પણ સીએમ પદના દાવેદાર હતા.

ઓમપ્રકાશ ચૌટાલા હરિયાણાના કુલ 4 વખત મુખ્યમંત્રી રહ્યા. 2005માં ચૌટાલા હારી ગયા, ત્યારથી ચૌટાલા પરિવાર સીધો સત્તામાં આવી શક્યો નથી. ચૌટાલા પરિવાર 2018માં અલગ થઈ ગયો. દુષ્યંત ચૌટાલાએ દાદા ઓમ પ્રકાશ અને તેમના નાના પુત્ર અભય ચૌટાલા સામે બળવો કર્યો હતો.

દુષ્યંતે પિતા અજય સિંહ ચૌટાલા સાથે મળીને પોતાની પાર્ટી બનાવી. 2019ની ચૂંટણીમાં JJPએ 10 બેઠકો જીતી હતી અને તેની ભૂમિકા સરકારમાં કિંગમેકરની હતી.

આ વખતે બંને પક્ષો અલગ અલગ ગઠબંધન સાથે મેદાનમાં છે. જોકે, INLD પહેલાની જેમ એક સીટ પર આગળ છે. જ્યારે જેજેપી શૂન્ય તરફ આગળ વધી રહી છે.

 

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *