સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુરથી લઈ રુપાલા સહિત આ દિગ્ગજોના મોદી 3.0 કેબિનેટમાંથી પત્તા કપાઈ જશે!

સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુરથી લઈ રુપાલા સહિત આ દિગ્ગજોના મોદી 3.0 કેબિનેટમાંથી પત્તા કપાઈ જશે!

સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુરથી લઈ રુપાલા સહિત આ દિગ્ગજોના મોદી 3.0 કેબિનેટમાંથી પત્તા કપાઈ જશે!

વડાપ્રધાન પદે ત્રીજીવાર આજે નરેન્દ્ર મોદી શપથ લઈ રહ્યા છે. વડાપ્રધાનના શપથ ગ્રહણ પહેલા જ મોદી મંત્રી મંડળમાં સામેલ થનારા કેટલાક સાંસદોના સંભવિત નામ પણ સામે આવ્યા છે. જે સાંસદ સભ્યો આજે પીએમ પદના નરેન્દ્ર મોદીના શપથ સાથે પ્રધાન તરીકે શપથ લઈ શકે છે. જોકે આ 57 સંભવિતોમાં કેટલાક જાણીતા નામો જોવા મળી રહ્યા નથી. એટલે કે તેમના નામ કપાઈ ચૂક્યા છે.

કેટલાક જાણીતા અને પૂર્વ પ્રધાનો હારવાને લઈને તો કેટલાક અન્ય કારણોસર કપાઈ રહ્યા છે. આ યાદીમાં સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુર તથા નારાયણ રાણે, પરશોત્તમ રુપાલા, દેવુસિંહ ચૌહાણ સહિત અનેક જાણીતા ચહેરાઓ છે, જે બહાર થઈ ચૂક્યા છે.

નવા ચહેરાઓ આવશે નજર

પીએમ તરીકે નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ લઈ રહ્યા છે. તેમના ત્રીજા કાર્યકાળના પ્રધાન મંડળમાં અનેક નવા ચહેરાઓને પણ સ્થાન મળવા જઈ રહ્યું છે. જેમાં કેટલાક નવા ચૂંટાયેલા અને નવા ચહેરાઓ પણ જોવા મળશે. ગુજરાતમાંથી પણ નવા ચહેરાને જોવામાં આવી રહ્યો છે.

મોદી સરકારના ત્રીજીવારના કાર્યકાળમાં બે પૂર્વ મુખ્યપ્રધાનને પણ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સાથે હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરનું નામ પણ મંત્રી મંડળમાં સામેલ છે.

વર્તમાન અને પૂર્વ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી

કેબિનેટ પ્રધાન

  • નારાયણ રાણે (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી)
  • અનુરાગ ઠાકુર (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી)
  • પરશોત્તમ રૂપાલા (ચૂંટણી જીત્યા પણ જગ્યા નથી)
  • અર્જુન મુંડા (ચૂંટણી હારી ગયા)
  • સ્મૃતિ ઈરાની (ચૂંટણી હાર્યા)
  • આરકે સિંહ (ચૂંટણી હારી ગયા)
  • મહેન્દ્ર નાથ પાંડે (ચૂંટણી હાર્યા)

રાજ્ય કક્ષા પ્રધાન

  • અશ્વિની કુમાર ચૌબે (ચૂંટણી લડી ન હતી)
  • વીકે સિંહ (ચૂંટણી લડી ન હતી)
  • સાધ્વી નિરંજન જ્યોતિ (ચૂંટણી હાર્યા)
  • સંજીવ બાલિયાન (ચૂંટણી હાર્યા)
  • રાજીવ ચંદ્રશેખર (ચૂંટણી હારી ગયા)
  • દર્શના જરદોશ (ટિકિટ મળી નહોતી)
  • વી મુરલીધરન (ચૂંટણી હાર્યા)
  • મીનાક્ષી લેખી (ટિકિટ મળી નહોતી)
  • દેવુસિંહ ચૌહાણ (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી)

અગાઉની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહેલા અન્ય ઘણા મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *