સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ પર હજારો યોગ અભ્યાસુઓએ કર્યા વિવિધ યોગ – જુઓ તસવીરો
- GujaratOthers
- June 21, 2024
- No Comment
- 22
સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે સોમનાથ સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો યોગ અભ્યાસુઓને લીંબુ શરબત પીવડાવી ગ્લુકોઝયુક્ત બિસ્કિટનું વિતરણ કરાયું
પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગ અભ્યાસુ યોગાસનો કરે છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાઈ તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે.
10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હજારોની સંખ્યામાં યોગ અભ્યાસુઓએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોગ અભ્યાસ પૂર્ણ કર્યો
સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા અનુસાર પ્રત્યેક યોગ અભ્યાસુ ને ઠંડું લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું હતું. Input Credit- Yogesh Joshi- Somnath