સુરતમાં પોલીસે કર્યું એવું કામ કે લોકો બોલી ઉઠ્યા સલામ બોસ… શું છે સમગ્ર મામલો? જાણો વીડિયો દ્વારા

સુરતમાં પોલીસે કર્યું એવું કામ કે લોકો બોલી ઉઠ્યા સલામ બોસ… શું છે સમગ્ર મામલો? જાણો વીડિયો દ્વારા

સુરત : સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા જ લોકોને પરસેવો છૂટી વળતો હોય છે. પરંતુ, સુરત પોલીસે એક એવી પ્રશંસનીય કામગીરી પાર પાડી કે જેને પગલે એક વૃદ્ધા ભાવુક થઈ ગયા હતા.

ઘટના સુરત શહેરના રાંદેરમાંથી સામે આવી છે. એક અત્યંત વૃદ્ધ અને નિઃસહાય દંપતીની મદદ માટે રાંદેર પોલીસ આગળ આવી છે. દંપતીને કોઈ સંતાન કે સગા-વ્હાલા ન હોવાથી દંપતી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ હતું. એક તરફ પતિની તબિયત ખરાબ હોવાથી વૃદ્ધા મુશ્કેલીઓથી ઝઝૂમી રહ્યા હતા. ઉપરથી ચોમાસાની સિઝનમાં ઘરમાં ઘૂસતા વરસાદી પાણીએ તેમની મુશ્કેલી વધારી દીધી હતી.

કંઈક મદદ મળશે તે આશાએ વૃદ્ધાએ પોલીસની મદદ માંગી અને પોતાની ફરજમાં ન આવતું હોવા છતાં રાંદેર પોલીસ ત્વરીતપણે વૃદ્ધાની મદદે દોડી આવી હતી. વરસાદી પાણીની સમસ્યા દૂર કરવા પોલીસે દંપતીને પતરાના શેડ નંખાવી આપ્યા હતા. એટલું જ નહીં, ઈમરજન્સીમાં મદદ મળી રહે તે માટે વૃદ્ધાને એક મોબાઈલ પણ આપવામાં આવ્યો છે. પોલીસે જાણે “સંતાન”ની ગરજ સારી હોય તેવો ઘાટ છે ત્યારે પોલીસકર્મીઓનું આ વર્તન જોઈ વૃદ્ધા અત્યંત ભાવુક થઈને રડી પડ્યા હતા.

Related post

Exclusive : હું સ્ક્રીન પર ગાળો આપતા-અપશબ્દો બોલતા પાત્રો ભજવવા માંગતો નથી- રિતેશ દેશમુખ

Exclusive : હું સ્ક્રીન પર ગાળો આપતા-અપશબ્દો બોલતા પાત્રો…

Riteish Deshmukh Ott Debut : રિતેશ દેશમુખ વેબ સીરિઝ ‘પિલ’ સાથે OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સિરીઝ Jio…
PM Modi Russia Visit : રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે PM મોદી, પશ્ચિમી દેશોની ચિંતા વધી, ક્રેમલિને શું કહ્યું?

PM Modi Russia Visit : રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે…

PM Modi Russia Visit : પીએમ મોદી આજે રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસ માટે રવાના થઈ રહ્યા છે. પીએમ મોદીની આ મુલાકાતને…
જય શાહે કરી સૌથી મોટી જાહેરાત, આ ખેલાડીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને WTC ફાઈનલ જીતશું

જય શાહે કરી સૌથી મોટી જાહેરાત, આ ખેલાડીની કેપ્ટનશીપમાં…

ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો, તે સમયે ફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રનથી હાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *