સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઇને આવ્યા સારા સમાચાર, NASA એ Video પોસ્ટ કરી આપી આ માહિતી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઇને આવ્યા સારા સમાચાર, NASA એ Video પોસ્ટ કરી આપી આ માહિતી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઇને આવ્યા સારા સમાચાર, NASA એ Video પોસ્ટ કરી આપી આ માહિતી

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ઘણા સમયથી સ્પેશ સ્ટેશનમાં ફસાયેલા છે. જો કે હવે તેમના ઘર પરત ફરવાને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. તેમના ઘર પરત ફરવાનો રસ્તો સાફ થયો છે. સ્પેસએક્સે એક બચાવ અભિયાન શરૂ કર્યુ છે. જે અંતર્ગત અંતરિક્ષમાં ફસાયેલા બંને અવકાશયાત્રી જલદી જ ઘરે પરત આવશે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલા છે. મહિનાઓની રાહ જોયા પછી હવે નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રોસકોસમોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ISS પહોંચ્યા છે. વિલિયમ્સ અને બૂચે SpaceX ક્રૂનું સ્વાગત કર્યું હતુ.

જૂન 2024થી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે બંને અવકાશયાત્રી

નાસાએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સાથેના ક્રૂનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં બે મુસાફરો હેગ અને ગોર્બુનોવનું સ્વાગત કરે છે, તેમને માઇક્રોફોન દ્વારા સંબોધિત કરે છે. બંને અવકાશયાત્રીઓ સુનીતા અને બૂચ જૂન 2024થી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. સ્પેસએક્સે શનિવારે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. આ મિશન દ્વારા બે મુસાફરો આવતા વર્ષે ઘરે પરત ફરશે.

નાસાએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે હેગ અને ગોર્બુનોવ સાંજે 7:04 વાગ્યે સ્પેસ સ્ટેશન અને પ્રેશરાઇઝ્ડ મેટિંગ એડેપ્ટર વચ્ચે હેચ ખોલ્યા પછી આઇએસએસમાં પ્રવેશ્યા હતા. નાસાના અવકાશયાત્રીઓ મેથ્યુ ડોમિનિક, માઈકલ બેરેટ, જીનેટ એપ્સ, ડોન પેટિટ, બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ તેમજ રોસકોસમોસ અવકાશયાત્રીઓ એલેક્ઝાન્ડર ગ્રીબેનકિન, એલેક્સી ઓવચિનિન અને ઇવાન વેગનર સહિત સ્પેસ સ્ટેશનના એક્સપિડિશન 72 ક્રૂએ હેગ અને ગોર્દબુનું સ્વાગત કર્યું.

નાસાએ શું કહ્યું?

નાસાના જોન્સન સ્પેસ સેન્ટરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, ‘સત્તાવાર સ્વાગત! એક્સપિડિશન 72ના ક્રૂએ ક્રૂ 9નું સ્વાગત કર્યું. સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન પર ઉડાન ભર્યા પછી નાસાના અવકાશયાત્રી નિક હેગ, ક્રૂ 9 કમાન્ડર અને અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ, ક્રૂ 9 મિશન નિષ્ણાતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂન મહિનાથી જ ISSમાં છે. આ જોડી તેમની પ્રથમ ક્રૂ ફ્લાઇટ માટે 5 જૂને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ પર પ્રયાણ કરી, 6 જૂને સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા. સ્ટારલાઈનરને તેના ક્રૂ વિના પૃથ્વી પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને અવકાશયાન 6 સપ્ટેમ્બરે સફળતાપૂર્વક પાછું આવ્યું.

આવતા વર્ષે પરત ફરશે સુનીતા અને બૂચ

ઓગસ્ટમાં નાસાએ કહ્યું હતું કે બૂચ વિલ્મોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા લાવવા ખૂબ જોખમી છે. વિલ્મોર અને વિલિયમ્સે ઔપચારિક રીતે અભિયાનના ભાગરૂપે તેમનું કાર્ય ચાલુ રાખ્યું હતું અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પાછા ફરશે. નાસાનું આ મિશન એક અઠવાડિયામાં પૂરું થવાનું હતું, પરંતુ હવે તેમાં લગભગ 8 મહિનાનો સમય લાગશે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *