![સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ, તલોદમાં અડધો ઈંચ નોંધાયો, જુઓ વીડિયો](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/07/200492-484487660255012247691412943389129431-443410353992-835920169071-399.jpg)
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ, તલોદમાં અડધો ઈંચ નોંધાયો, જુઓ વીડિયો
- GujaratOthers
- July 1, 2024
- No Comment
- 7
સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામવાને લઈ ખેડૂતોમાં આનંદ વર્તાયો છે. સાબરકાંઠા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી.
આ પહેલી રવિવારે સાંજે પણ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.ખાસ કરીને ઈડરમાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ઈડરમાં 54 મીમી કરતા વધુ વરસાદ સોમવારે સવાર સુધીમાં અંતિમ 24 કલાક દરમિયાન વરસ્યો હતો. જ્યારે તલોદમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વિજયનગર અને વડાલીમાં પણ વરસાદ નોંધાયો હતો.