સાબરકાંઠાના 7 તાલુકામાં નોંધાયો વરસાદ, ખેડબ્રહ્મા, હિંમતનગરમાં ધોધમાર વરસ્યો

સાબરકાંઠાના 7 તાલુકામાં નોંધાયો વરસાદ, ખેડબ્રહ્મા, હિંમતનગરમાં ધોધમાર વરસ્યો

સાબરકાંઠાના 7 તાલુકામાં નોંધાયો વરસાદ, ખેડબ્રહ્મા, હિંમતનગરમાં ધોધમાર વરસ્યો

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી હતી એ મુજબ જ સોમવારે મોડી સાંજ બાદ વરસતા રાહત સર્જાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં નોંધાયો હતો. વરસાદને લઈ ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત સર્જાઈ છે.

જૂન માસના દિવસો એક બાદ એક વીતી રહ્યા હતા પરંતુ ચોમાસાનો વરસાદ નોંધાઈ રહ્યો નહોતો. જેને લઈ ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી ગઈ હતી. ચોમાસુ ખેતી કરતા ખેડૂતો માટે ચોમાસાના વરસાદ પર આધાર રહેતો હોય છે, જે મોડો પડવાને લઈ ચિંતા વધી જતી હોય છે.

સૌથી વધારે ખેડબ્રહ્મામાં નોંધાયો

સોમવાર મોડી સાંજ બાદ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. મોડી રાત્રી દરમિયાન જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં તો ગાજવીજ સાથે વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. વરસાદના આગમનને લઈ ખેડૂતોમાં રાહત સર્જાઈ હતી.

જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યાં 33 મિલીમીટર એટલે કે સવા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે હિંમતનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. હિંમતનગરના નવા, બેરણાં, કાંકણોલ સહિત આસપાસના પંથકમાં વરસાદ નોંધાયો હતો.

 

સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલ વરસાદ

  • ખેડબ્રહ્માઃ 33 મીમી
  • હિંમતનગરઃ 19 મીમી
  • ઇડરઃ 18 મીમી
  • વડાલીઃ 17 મીમી
  • વિજયનગરઃ 16 મીમી
  • પ્રાંતિજઃ 05 મીમી
  • તલોદઃ 04 મીમી
  • પોશીનાઃ 00 મીમી

અરવલ્લીમાં પણ વરસાદ

મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના માલપુર, બાયડ અને ભિલોડા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. બાયડ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસવાને લઈ ભારે બફારા બાદ રાહત સર્જાઈ હતી. માલપુરના અણિયોર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તાઓ પર પણ પાણી વહ્યા હતા. આમ ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. મોડાસા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લામાં વરસાદને લઈ મોટી રાહત સર્જાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં નોંધાયેલ વરસાદ

 

  • બાયડઃ 26 મીમી
  • ભિલોડાઃ 10 મીમી
  • માલપુરઃ 07 મીમી

 

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *