સાબરકાંઠાઃ ચૂંટણી પૂર્ણ થતા જ બદલીઓના આદેશ, PI-PSIની કરાઈ ટ્રાન્સફર

સાબરકાંઠાઃ ચૂંટણી પૂર્ણ થતા જ બદલીઓના આદેશ, PI-PSIની કરાઈ ટ્રાન્સફર

સાબરકાંઠાઃ ચૂંટણી પૂર્ણ થતા જ બદલીઓના આદેશ, PI-PSIની કરાઈ ટ્રાન્સફર

સાબરકાંઠા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે બદલીઓનો તબક્કો શરુ થયો છે. શરુઆત પોલીસ વિભાગ તરફથી થઈ છે અને જિલ્લાના પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક દ્વારા બદલીઓ કરવામાં આવી છે, જેમાં હિંમતનગર શહેર અને ઈડર સહિત ટ્રાફિક વિભાગના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.

હિંમતનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી વિકટ બની છે. તો બીજી તરફ ગુનાખોરીના પ્રમાણને પણ જોતા હવે શહેરમાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જિલ્લામાં પણ હવે પોલીસ અધિકારીઓમાં ફેરફાર કરવામાં આવતા હવે ગુનાઓ પર નિયંત્રણ મેળવવા એક્શન મોડમાં અધિકારીઓ જોવા મળે એવી આશા વર્તાઈ રહી છે.

PI અને PSIની બદલીઓ કરાઈ

સાબરકાંઠામાં 3 PI અને 7 PSI ની આંતરીક બદલીઓ કરવામાં આવી છે. હિંમતનગર શહેર જિલ્લાનું મુખ્ય મથક હોવા સહિત ક્રાઈમની બાબતમાં પણ મહત્વનું છે. જૂથ અથડામણથી લઈને અન્ય મોટી ચોરી અને છેતરપિંડીના ગુનાઓ નોંધાતા રહે છે. આવી સ્થિતિમાં જિલ્લાના સૌથી મહત્વના પોલીસ મથક ગણાતા હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરની પણ બદલી કરવામાં આવી છે.

A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએમ ચૌધરીને મુકવામાં આવ્યા છે. ઈડરમાં તેમની કામગીરીને આધિન તેઓને હિંમતનગર મુકવામાં આવ્યા છે. ચૂંટણીઓ દરમિયાન પણ તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણીને લઈ ઈડરમાં જ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાયબર ક્રાઈમમાં રહેલા સીજી રાઠોડને ઈડર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બીપી ડોડિયાને સાયબર ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે.

ટ્રાફિક અધિકારી પણ બદલાયા

હાલમાં ટ્રાફિકને લઈ સમસ્યાઓ વર્તાઈ રહી છે. હિંમતનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા મોટો માથાનો દુઃખાવો બન્યો છે અને શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. ટ્રાફિક જામ થવાની સ્થિતિને લઈ લોકો પરેશાન બન્યા છે. તો મહાવીર નગર જેવા મહત્વના વિસ્તારમાં સાંજ ઢળતા જ મુખ્ય માર્ગ પર જ વાહનોનો અડીંગો જામી જતો હોય છે. તો પોશ વિસ્તાર ગણાતા આ વિસ્તારમાં અવર જવર કરવી પણ મુશ્કેલ થઈ જાય છે.

આવી સ્થિતિ વચ્ચે હવે શહેર ટ્રાફિક PSI તરીકે ટીજે દેસાઈની બદલી કરવામાં આવી છે. તેમને હાઈવે ટ્રાફિકનો પણ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ટીજે દેસાઈ અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હતા. જ્યારે સિટી ટ્રાફિક PSI એબી શાહને જાદર પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે.

PI ની બદલીની યાદી

ક્રમ PI હાલની ફરજ બદલીનું સ્થળ
1 પીએ ચૌધરી ઈડર A ડિવિઝન, હિંમતનગર
2 સીજી રાઠોડ સાયબર ક્રાઈમ ઈડર
3 બીપી ડોડિયા A ડિવિઝન, હિંમતનગર સાયબર ક્રાઈમ

PSI બદલીની યાદી

ક્રમ PSI હાલની ફરજ બદલીનું સ્થળ
1 એબી શાહ સિટી ટ્રાફિક, હિંમતનગર જાદર
2 જેડી પટેલ ઈડર પ્રાંતિજ
3 એજે શાહ લીવ રિઝર્વ ઈડર
4 ટીજે દેસાઈ A ડિવિઝન, હિંમતનગર સિટી ટ્રાફિક
5 એઆર જાદવ ઇડર રીડર, DySP હિંમતનગર
6 કેજી દેસાઈ રીડર, DySP હિંમતનગર લીવ રિઝર્વ
7 એબી ચૌધરી લીવ રિઝર્વ A ડિવિઝન, હિંમતનગર

આ પણ વાંચો:  પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *