સાડા ત્રણ વર્ષની આ બાળકીને યાદ આવ્યો પોતાનો પૂર્વ જન્મ, કચ્છના ભૂંકપમાં મૃત્યુ પામી હોવાનો દાવો, જુઓ-Video

સાડા ત્રણ વર્ષની આ બાળકીને યાદ આવ્યો પોતાનો પૂર્વ જન્મ, કચ્છના ભૂંકપમાં મૃત્યુ પામી હોવાનો દાવો, જુઓ-Video

સાડા ત્રણ વર્ષની આ બાળકીને યાદ આવ્યો પોતાનો પૂર્વ જન્મ, કચ્છના ભૂંકપમાં મૃત્યુ પામી હોવાનો દાવો, જુઓ-Video

ગુજરાતી પરિવારમાં જન્મેલી આ સાડા ત્રણ વર્ષની બાળકીએ લોકોની વિચારમાં મુકી દીધા છે. તમને જણાવી દઈએ કે બનાસકાઠાના પાલનપુલ તાલુકાના ખસા ગામે એક નાનકડી બાળકીને પોતાનો પૂર્વ જન્મ યાદ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ નાનકડી બાળકીનું ફાંકડું હિન્દી સાંભળી ભલભલા વિચારતા થઈ જાય છે. ગુજરાતી પરિવારમાં ઉછરેલી સાડા ત્રણ વર્ષની બાળકી માત્ર હિન્દીમાં જ વાત કરે છે. નવાઈની વાત તો એ છે કે બાળકીના માતા-પિતા નિરક્ષર છે. તો સવાલ થાય કે હજુ ભણવાનું પણ શરૂ ન કરાનારી આ બાળકી આવું હિન્દી કઈ રીતે બોલી શકે છે.

બાળકીને પૂર્વ જન્મ યાદ હોવાનો દાવો

બાળકીનું નામ દક્ષા ઠાકોર છે. જેની સાથે TV9ના રિપોર્ટર વાત કરી તો તે તેના પૂર્વ જન્મમા શું થયું તેનું કેવી રીતે મૃત્યુ થયુ તેમજ તેના પિતા તે સમયે શું કરતા હતા તે અંગે બધી વાત જણાવી રહી છે. આ સાથે તે તેના ગયા જન્મની વાતો કરી રહી છે. બાળકીના માતા-પિતાનું કહેવું છે કે તેમની દીકરી નાનપણથી જ હિન્દીમાં વાત કરે છે. જેને ઘણીવાર તેઓ પણ સમજી શકતા નથી. બાળકીએ એકવાર તેના પિતાને રડતા-રડતા કહ્યું કે મારી બીજી મમ્મી સારી હતી. આ વાત સાંભળીને બાળકીના પિતા વિચારમાં પડી ગયા.

કચ્છના અંજારમાં થયો હતો જન્મ

આ બાળકીનો દાવો છે કે તે પહેલા કચ્છના અંજારમાં હતી અને ભૂકંપમાં તેનું મોત થયું હતુ. ત્યાંના પ્રસંગોને યાદ કરતા બાળકી કહે છે કે તે નાની હતી ત્યારે અંજારની ગલીમાં રમતી હતી. ત્યાં તેમના માતા-પિતા કામ કરતા હતા. બાળકીને પોતાના પહેલાના માતા-પિતા કે મિત્રોના નામ યાદ નથી પણ જ્યારે તેને તેમના વિશે સવાલ પૂછવામાં આવે છે ત્યારે તે સ્પષ્ટતાથી જવાબ આપે છે. ત્યારે બાળકીનું ફાંફડુ હિન્દી, પુનઃજન્મનો દાવો બન્ને વાત કોયડા સમાન છે.

માત્ર હિન્દી ભાષા જ જાણે

બાળકીની આ કાલીઘેલી ભાષા, ગત જન્મારાની યાદો અને તેનું ફાંફડું હિન્દી મનમાં અનેક સવાલો પેદા કરે છે. કઈ રીતે બાળકી આવું હિન્દી બોલી શકે છે? શું બાળકીના ગત જન્મના દાવામાં દમ છે ? શું કચ્છના ભૂકંપમાં મૃત્યુ પામેલી બાળકીનો ખરેખર પુનર્જન્મ થયો છે.

(ઈનપુટ- અતુલ ત્રિવેદી)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી દાવો કરવામાં આવેલ રિપોર્ટ મુજબ છે Tv9 ગુજરાતી કોઈ અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *