સલમાન ખાનને ફરીથી અપાઈ ધમકી, સોશિયલ મીડિયામાં ધમકીનો વીડિયો અપલોડ કરાયો

સલમાન ખાનને ફરીથી અપાઈ ધમકી, સોશિયલ મીડિયામાં ધમકીનો વીડિયો અપલોડ કરાયો

સલમાન ખાનને ફરીથી અપાઈ ધમકી, સોશિયલ મીડિયામાં ધમકીનો વીડિયો અપલોડ કરાયો

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે.બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વિડિયો અપલોડ કર્યો છે, સોશિયલ મીડિયા પર વિડિયો અપલોડ કરી ધમકી આપી છે. આ પહેલા 14 એપ્રિલના સવારે 5 વાગ્યાની આસપાસ બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘર એટલે કે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો.

બોલિવુડ અભિનેતાની ચિંતા ઓછી થવાનું નામ લઈ રહી નથી. બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરી ધમકી આપી છે. ધમકી આપનાર આરોપી બનવારીલાલ લટુરલાલ ગુજર છે જેની રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.

મુંબઈની સાયબર પોલિસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો

અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં મુંબઈના સાઉથ સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકો દ્વારા થોડા દિવસ પહેલા યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમણે અભિનેતા સલમાન ખાનની હત્યાને લઈ નિવેદન આપ્યું હતુ. મુંબઈની સાયબર પોલિસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506(2),504, 34 સાથે આઈટી એક્ટની કલમ 66(ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સોહેલ અને અરબાઝ ખાન સાથે પણ 2-2 કલાક પુછપરછ

આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલિસે તપાસ માટે એક ટીમ રાજસ્થાન મોકલી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલિસે આ મામલે રાજસ્થાનથી એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલિસે જણાવ્યું કે, પકડાયેલો આરોપી ગુજ્જરને આજે બપોરના મુંબઈ લાવવામાં આવશે. સલમાન ખાનની વાત કરીએ તો હાલમાં તેની 3 કલાક પુછપરછ કરવામાં આવી છે. આ સિવાય સોહેલ અને અરબાઝ ખાન સાથે પણ 2-2 કલાક પુછપરછ કરી હતી. જેમાં સલમાન ખાને કહ્યું કે, તે હવે સતત મળી રહેલી ધમકીઓથી પરેશાન થયો છે. આ સિવાય તેમના બંન્ને ભાઈએને પણ અંદાજે 150 સવાલો કરવામાં આવ્યા હતા. હેલ્થ ઈશ્યુના કારણે તેના પિતા સલમી ખાનને આ મામલે પુછપરછમાં સામેલ કરવામાં આવ્યા નથી.

 

આ પણ વાંચો : 20 વર્ષ નાની અભિનેત્રી ચિરાગ પાસવાનના પ્રેમમાં પડી, વીડિયો પોસ્ટ કરી કહ્યું- કેટલો ક્યુટ છે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *