સરકારી નોકરી મેળવવા માટે તક મળી રહી છે, ન્યુક્લિયર પાવર કોર્પોરેશને ભરતી બહાર પાડી

સરકારી નોકરી મેળવવા માટે તક મળી રહી છે, ન્યુક્લિયર પાવર કોર્પોરેશને ભરતી બહાર પાડી

સરકારી નોકરી મેળવવા માટે તક મળી રહી છે, ન્યુક્લિયર પાવર કોર્પોરેશને ભરતી બહાર પાડી

NPCIL Recruitment 2024 : ન્યુક્લિયર પાવર કોર્પોરેશનમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલેકે NPCIL ભારત સરકારના જાહેર ક્ષેત્રના સાહસો પૈકીનું એક છે. માનવ સંસાધન, નાણાંકીય બાબતો અને એકાઉન્ટ્સ અને સામાન્ય વહીવટી વિભાગોમાં સહાયક ગ્રેડ 1 ની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

મદદનીશ ગ્રેડ 1 (HR) ની 29 જગ્યાઓ, મદદનીશ ગ્રેડ 1 (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ) ની 17 જગ્યાઓ અને મદદનીશ ગ્રેડ 1 (નાણા અને એકાઉન્ટ્સ) ની 12 જગ્યાઓ સહિત કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ જનરલ મેનેજમેન્ટની  કુલ 58 જગ્યાઓ પર ભરતી થવાની છે.

25 જૂન 2024 સુધી અરજી કરી શકાશે

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલ વિવિધ વિભાગોમાં સહાયકની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો કંપનીના સત્તાવાર ભરતી પોર્ટલ npcilcareers.co.in પર ઉપલબ્ધ ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકશે.

અરજીની પ્રક્રિયા બુધવાર 5 જૂનથી શરૂ થઈ છે અને ઉમેદવારો તેમની અરજીઓ 25 જૂન, 2024ની છેલ્લી તારીખ સુધી સબમિટ કરી શકશે. અરજી પ્રક્રિયા હેઠળ ઉમેદવારોએ પ્રથમ નોંધણી કરાવવી પડશે અને પછી નોંધાયેલ વિગતો સાથે લૉગ ઇન કરીને ઉમેદવારો તેમની અરજી સબમિટ કરી શકશે.

આ અગત્યની લિંક પર ક્લિક કરી માહિતી મેળવી શકાશે

અરજી ફી કેટલી ચુકવવાની રહેશે?

અરજી દરમિયાન ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી રૂપિયા 100 ની નિયત અરજી ફી ચૂકવવાની રહેશે. જો કે SC, ST, દિવ્યાંગ અને તમામ મહિલા ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી.

અરજી કરવા માટે આ યોગ્યતા જરૂરી

NPCIL માં સહાયક ગ્રેડ 1 ની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી અથવા અન્ય કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ.

આ ઉપરાંત 25 જૂન 2024ના રોજ ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વધુ માહિતી અને અન્ય વિગતો માટે ભરતી અંગેના નોટિફિકેશનને વાંચવું જોઈએ.

આ પણ વાંચો : અદાણી પોર્ટ સહીત જાણીતી પોર્ટ કંપનીઓના શેર સસ્તી કિંમતે ખરીદવાની તક, શેર 450 રૂપિયા સુધી ઓછી કિંમતે મળી રહ્યા છે

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *