સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને, 11 જુને રાજકોટના ત્રંબામાં મળશે સંત સંમેલન, રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની તૈયારી

સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને, 11 જુને રાજકોટના ત્રંબામાં મળશે સંત સંમેલન, રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની તૈયારી

રાજ્યમાં ખૂબ ગાજેલા સ્વામીનારાયણના ભીંતચિત્રોના વિવાદ બાદ ફરી હવે સંતો-મહંતો મેદાને આવ્યા છે. સનાતન ધર્મની રક્ષા કાજે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટના ત્રંબામાં આ સંત સંમેલન મળવાનુ છે. જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં મોટુ સંમેલન યોજાશે. આ સંમેલનમાં ખાસ તો હિંદુ દેવી-દેવતાઓ પરની ટિપ્પણી મુદ્દે કાયદાકીય પગલા લેવા અંગે નિર્ણય લેવાશે. જેમા ખાસ તો સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં ખોટી ચિતરેલી વાતોને દૂર કરવા ચર્ચા થશે. આ અંગકે ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુએ જણાવ્યુ છે કે જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉઠ્યો હતો. હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનનૈા દાસ દર્શાવતા સનાતનીઓમાં રોષ ફેલાયો હતો. વિવાદ વકરતા મંદિર પરિસરમાંથી ભીંતચિત્રો હટાવાયા હતા.

આ ઉપરાંત સ્વામીનારાયણના અમુક પુસ્તકોમાં હિંદુ દેવી દેવતાઓ અંગે વિવાદી લખાણ લખાયા હોવાનુ સામે આવ્યુ હતુ. આ અંગે મહંત મુક્તાનંદ બાપુએ જણાવ્યુ હતુ કે અમારી પાસે એ લખાણોની યાદી છે અને એ લખાણો દૂર કરવા અંગે અમે વિનંતિ કરીએ છીએ. કારણ કે ભાઈઓ તેનાથી એક જ ધર્મના લોકો વચ્ચે તિરાડ પડે છે, આ ત્રુટીઓ સુધારી લે. કોઈપણ દેવી દેવતાને નીચા ચીતરવા એ વ્યાજબી નથી. મનસ્વી રીતે પોતાની લીટી મોટી કરવા માટે એ બિલકુલ વ્યાજબી નથી.

રામેશ્વર બાપુ હરિયાણીએ આ અંગે વધુમાં જણાવ્યુ કે આ સંત સંમેલનમાં સહુ સંતો-મહંતો અને કથાકારો હાજર રહેશે.તેમા રાષ્ટ્રત્વને લગતા, સનાતન ધર્મને લગતા સનાતન શાસ્ત્ર, સનાતન દેવી દેવતાઓ ધર્મ પરિવર્તન, ગૌમાતા, પર્યાવરણ સહિત આપણા તીર્થક્ષેત્રો જેવા અનેક ધર્મને લગતા પ્રશ્નો અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે.જ્યાં જ્યાં સનાતન ધર્મને હાનિ પહોંચે છે તેના સુધારા માટે વિચારણા કરાશે અને આ અંગે સરકાર સાથે પણ પ્રેમભાવથી સેતુબંધ બની વિચારણા કરી આગળ વધવામાં આવશે.

આ પણ વાંચો: Breaking News: આજે સાંજે મળશે મોદી કેબિનેટ 3.Oની પ્રથમ બેઠક, સંસદ સત્ર વહેલુ બોલાવવા અંગે થઈ શકે ચર્ચા-સૂત્ર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *