સદી ફટકાર્યા બાદ પણ આ સ્ટાર ગુજ્જુ ખેલાડીને મળી આટલી મોટી સજા, ટીમમાંથી થયો બહાર

સદી ફટકાર્યા બાદ પણ આ સ્ટાર ગુજ્જુ ખેલાડીને મળી આટલી મોટી સજા, ટીમમાંથી થયો બહાર

સદી ફટકાર્યા બાદ પણ આ સ્ટાર ગુજ્જુ ખેલાડીને મળી આટલી મોટી સજા, ટીમમાંથી થયો બહાર

ચેતેશ્વર પુજારા છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તે છેલ્લે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જોવા મળ્યો હતો અને ત્યારથી આ ખેલાડી ઈંગ્લેન્ડમાં પોતાની તાકાત બતાવી રહ્યો હતો. પૂજારાએ ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે આ ટીમે પૂજારાને પડતો મૂક્યો છે. અહેવાલ છે કે આ ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેન આગામી વર્ષની કાઉન્ટી ચેમ્પિયનશિપ માટે સસેક્સ ટીમમાં પરત ફરશે નહીં કારણ કે અંગ્રેજી ક્લબે તેના સ્થાને ઓસ્ટ્રેલિયાના ડેનિયલ હ્યુજીસને ટીમમાં સામેલ કર્યો છે.

સસેક્સનો મોટો નિર્ણય

પૂજારા 2024માં સતત ત્રીજી વખત સસેક્સ તરફથી રમ્યો હતો. હ્યુજીસ પરત ફર્યો તે પહેલા તેણે સાત ચેમ્પિયનશિપ મેચ રમી હતી. મોટી વાત એ છે કે સસેક્સ તરફથી રમાયેલી છેલ્લી મેચમાં પૂજારાએ પણ શાનદાર સદી ફટકારી હતી. તેણે મિડલસેક્સ સામે 129 રનની ઈનિંગ રમી હતી. આ પહેલા તેણે ડર્બીશાયર સામે 113 રન બનાવ્યા હતા. પરંતુ આટલા ઉત્કૃષ્ટ પ્રદર્શન છતાં સસેક્સે પૂજારાનો કરાર સમાપ્ત કર્યો હતો.

 

હ્યુજીસ પૂજારાનું સ્થાન લેશે

સસેક્સના મુખ્ય કોચ પોલ ફાર્બ્રેસે સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચેતેશ્વર પૂજારાનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવું સરળ ન હતું, પરંતુ ડેનિયલ હ્યુજીસ અમારી જરૂરિયાતો અનુસાર ટીમમાં ફિટ બેસે છે અને અમને આનંદ છે કે તે આગામી સિઝન માટે ઉપલબ્ધ છે.” હ્યુજીસે આ વર્ષની બ્લાસ્ટ ગ્રુપ સ્ટેજની મેચોમાં 43.07ની એવરેજથી 560 રન બનાવ્યા હતા, જેમાં પાંચ અડધી સદી સામેલ હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન હતો. હ્યુજીસ વર્તમાન સિઝનમાં કાઉન્ટી ચેમ્પિયનશિપની બાકીની પાંચ મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

હવે શું કરશે ચેતેશ્વર પૂજારા?

ચેતેશ્વર પૂજારાને 5 સપ્ટેમ્બરથી શરૂ થનારી દુલીપ ટ્રોફીમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. હવે આ ખેલાડી રણજી ટ્રોફીમાં જોવા મળી શકે છે. દેખીતી રીતે જ પૂજારાની કારકિર્દી હવે પતન પર છે, હવે જોવાનું એ રહે છે કે પૂજારાની ભવિષ્યની રણનીતિ શું છે? ચેતેશ્વર પૂજારા ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક છે. પ્રોફેશનલ ક્રિકેટમાં તેણે અત્યાર સુધીમાં 82 સદી ફટકારી છે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરની 16 વાર થશે પરીક્ષા, જો નિષ્ફળ ગયા તો ખેલ ખતમ! BCCIએ કરી મોટી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

Laughter Chef :  TRP ચાર્ટમાં ધૂમ મચાવે છે શો, જાણો તેના સ્પર્ધકો કેટલી વસૂલે છે ફી

Laughter Chef : TRP ચાર્ટમાં ધૂમ મચાવે છે શો,…

દર્શકો કલર્સ ટીવીના કુકિંગ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ’ને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેમસ શેફ હરપાલ સિંહ સોખી આ શોના જજ…
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં નવરાત્રિ સુધી વરસાદથી નહીં મળે રાહત- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં નવરાત્રિ સુધી…

રાજ્યવાસીઓેને હજુ નવેમ્બર સુધી વાવાઝોડાથી કોઈ રાહત નહીં મળે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી…
કલાકારોને પાન મસાલાની એડ કરતા જોઈને ગુસ્સે થયા મુકેશ ખન્ના, કહ્યું- પૈસા ફેંકો અને શો જુઓ

કલાકારોને પાન મસાલાની એડ કરતા જોઈને ગુસ્સે થયા મુકેશ…

જ્યારે પણ એક્ટર મુકેશ કન્ના કોઈ પણ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, ત્યારે તેને ખુલ્લેઆમ વ્યક્ત કરવાનું પસંદ કરે છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *