સંસદમાં ગુંજી શકે છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો, 25 જૂને રાજકોટ બંધનુ એલાન

સંસદમાં ગુંજી શકે છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો, 25 જૂને રાજકોટ બંધનુ એલાન

સંસદમાં ગુંજી શકે છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો, 25 જૂને રાજકોટ બંધનુ એલાન

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની રહી છે. આવતીકાલ 25 જૂનના રોજ કોંગ્રેસે રાજકોટ બંધ પાળવા માટેનું એલાન આપ્યું છે. તો કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, તાજેતરમાં જ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મદદથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનનારના પરિવારજનો સાથે ઓનલાઈન પ્લેટફોર્મ ઝૂમ દ્વારા વીડિયો કોલથી વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પિડીતો સાથે વાત કરતા કહ્યું હતું કે, તમે કહેશો તો આ મુદ્દો કોંગ્રેસ લોકસભામાં ઉઠાવશે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આવતીકાલ 25મી જૂનના રોજ એક મહિનો થશે. આ એક મહિનામાં સરકાર અને તંત્ર દ્વારા અનેક પગલાં લેવાયા છે. તો આ મુદ્દે કોંગ્રેસે લોકોની લાગણીને વાંચા આપવા માટે આવતીકાલ 25મી જૂનને મંગળવારના રોજ રાજકોટ બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, હજુ બે દિવસ પૂર્વે જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો સાથે વાત કરી હતી. રાહુલે તેમની વાતચીતમાં પીડિતોના પરિવારજનોને વચન આપ્યું છે કે, જો તેઓ કહેશે તો તેઓ આ મુદ્દો લોકસભામાં ઉઠાવવા પણ તૈયાર છે.

રાહુલ ગાંધીએ પીડિતો સાથે કરી હતી વાત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો સાથે વાતચીત દરમિયાન વચન આપ્યું છે કે જો તેઓ કહેશે તો તેઓ આ મુદ્દો લોકસભામાં ઉઠાવવા પણ તૈયાર છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરાઈ છે. જેણે તેનો અહેવાલ સરકારને આપ્યો છે. આ રિપોર્ટ દ્વારા SITએ ગુજરાત સરકારને, ટીઆરપી ગેમ ઝોનના ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ચાર IPS અને એક IAS અધિકારીની પૂછપરછની વિગતો પણ આપી છે.

25મી જૂને બંધનુ એલાન

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગની ઘટનાના વિરોધમાં, ગુજરાત કોંગ્રેસે, રાજકોટના લોકોને આવતીકાલ 25 જૂનના રોજ સ્વયંભૂ એક દિવસ માટે બંધ પાળવા એલાન કર્યું છે. કોંગ્રેસ તરફથી આગની ઘટનામાં જવાબદાર દોષિતો સામે કડક અને દાખલારુપ કાર્યવાહી કરવાની સાથે સાથે સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસની માંગ છે કે પીડિતોને સારું વળતર મળવું જોઈએ.

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *