શું તમે IPO માં કરો છો રોકાણ ? જાણો કેવી રીતે ચેક કરવું Allotment Status

શું તમે IPO માં કરો છો રોકાણ ? જાણો કેવી રીતે ચેક કરવું Allotment Status

શું તમે IPO માં કરો છો રોકાણ ? જાણો કેવી રીતે ચેક કરવું Allotment Status

રોકાણ માટે બંધ આ IPOને લઈને રોકાણકારોમાં ઘણો ક્રેઝ હતો. રોકાણકારોએ ભારે ઉત્સાહ સાથે IPO માટે બિડ કરી છે. હવે રોકાણકારોની નજર આઈપીઓ લીસ્ટીંગ પર છે. પરંતુ ઘણી વખત સમસ્યા થાય છે કે રોકાણકારો આઇપીઓમાં રોકાણ તો કરે છે પણ કેટલાક નવા રોકાણકારોને એ ખ્યાલ નથી રહેતો કે આઇપીઓનું અલોટમેન્ટ કેવી ચકાસવું.

જો તમે IPOમાં પણ રોકાણ કર્યું છે, તો તમારે તપાસ કરવી પડશે કે તમને શેર ફાળવવામાં આવ્યા છે કે નહીં. અમે તમને જણાવીશું કે તમે IPO ફાળવણીની સ્થિતિ કેવી રીતે ચકાસી શકો છો.

ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસવી

  • તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના અધિકૃત પોર્ટલની મુલાકાત લઈને IPO ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. તમે આ સરળ સ્ટેપને અનુસરીને ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો.
  • BSE IPO એલોટમેન્ટ પેજ (https://www.bseindia.com/investors/appli_check.aspx) પર જાઓ.
  • આ પછી તમારે ઈસ્યુ પ્રકારમાં ‘Equity’ સિલેક્ટ કરવાનું રહેશે.
  • હવે ઈસ્યુના નામમાં જે IPO માં ઇન્વેસ્ટ કર્યું હોય તે દાખલ કરો.
  • આ પછી તમારે તમારો પાન કાર્ડ નંબર નાખવો પડશે.
  • હવે કેપ્ચા દાખલ કરો અને ‘Search’ બટન પર ક્લિક કરો.
  • હવે ફાળવણીની સ્થિતિ સ્ક્રીન પર બતાવવામાં આવશે.
  • તમે એલોટમેન્ટ સ્ટેટસનો રેકોર્ડ પણ ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPO ના લિસ્ટીંગની રાહ

બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ડેટા અનુસાર રૂ. 6,560 કરોડના IPO માટે 46,28,35,82,522 શેર માટે બિડ કરવામાં આવી છે. હવે રોકાણકારોને તેના લિસ્ટીંગની રાહ રહેશે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPOની લિસ્ટીંગ 16 સપ્ટેમ્બર અને સોમવારે કરવામાં આવશે.

Related post

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં…

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે, મોદી સરકાર સામે ઝેર ઓક્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે.…
પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત

પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં…

18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં…
‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય…

ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *