શાનદાર ફીચર્સ અને 73 Kmનું માઇલેજ…દેશની સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ નવા અવતારમાં થઈ લોન્ચ

શાનદાર ફીચર્સ અને 73 Kmનું માઇલેજ…દેશની સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ નવા અવતારમાં થઈ લોન્ચ

શાનદાર ફીચર્સ અને 73 Kmનું માઇલેજ…દેશની સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ નવા અવતારમાં થઈ લોન્ચ

દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorp એ તેની ફેમસ બાઇક Hero Splendor XTEC નો નવો અવતાર સ્થાનિક બજારમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેનું નામ Splendor+ XTEC 2.0 રાખ્યું છે. તેમાં કેટલાક અપડેટ્સ આપવામાં આવ્યા છે, જે તેને પહેલાના મોડલ કરતા વધુ સારું બનાવે છે.

નવા સ્પ્લેન્ડરમાં શું છે ખાસ ?

લુક અને ડિઝાઇનની વાત કરીએ તો કંપનીએ પહેલા જેવી જ ક્લાસિક ડિઝાઇન આપી છે. નવી LED હેડલાઇટ ઉપરાંત તેમાં હાઇ ઇન્ટેન્સિટી પોઝિશન લેમ્પ (HIPL)નો સમાવેશ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ ડિજિટલ સ્પીડોમીટર, લાંબી સીટ, મોટા ગ્લોવ બોક્સ અને યુએસબી ચાર્જિંગ પોર્ટ તેને વધુ સારું બનાવે છે.

એન્જિન અને પરફોર્મન્સ

પહેલાની જેમ કંપનીએ નવા Hero Splendor Plus Xtec 2.0 માં 100cc ક્ષમતાનું સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. જે 7.9 BHPનો પાવર અને 8.05 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે આદર્શ સ્ટાર્ટ/સ્ટોક સિસ્ટમ (i3S) થી સજ્જ છે. જે બાઇકના માઇલેજને વધારવામાં મદદ કરે છે. કંપનીનો દાવો છે કે આ બાઇકની રનિંગ કોસ્ટ ઓછી હોવા ઉપરાંત તેનું મેન્ટેનન્સ પણ ખૂબ જ સરળ છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 73 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપે છે.

ફીચર્સ

આ બાઈકમાં સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. જેમાં તમને ઇકોનોમી ઇન્ડિકેટર, સર્વિસ રિમાઇન્ડર, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળે છે. તમે તમારા સ્માર્ટફોનને આ બાઇક સાથે કનેક્ટ કરી શકો છો, જેથી તમને રાઇડ કરતી વખતે SMS, કોલ અને બેટરી એલર્ટ મળશે.

સુરક્ષા માટે આ બાઇકમાં હેઝાર્ડ લાઇટ વિંકર્સ, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે તેની નવી હેડલાઇટ યુઝરને રાત્રે વધુ સારી રીતે વિઝિબિલિટી આપે છે. આ બાઇકને ડ્યુઅલ ટોન પેઇન્ટ સાથે લોન્ચ કરવામાં આવી છે. જેમાં મેટ ગ્રે, ગ્લોસ બ્લેક અને ગ્લોસ રેડનો સમાવેશ થાય છે. કંપની આ બાઇક પર 5 વર્ષ અથવા 70,000 કિલોમીટરની વોરંટી આપી રહી છે. નવા Splendor+ XTEC 2.0ની એક્સ-શોરૂમ કિંમત 82,911 રૂપિયા છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *