વૈશ્વિક સ્તરે ફોરેન્સિક ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે NFSU અને ફોરેન્સિક ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા “ફોરેન્સિક સ્ટડી સેન્ટર” સ્થપાશે

વૈશ્વિક સ્તરે ફોરેન્સિક ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે NFSU અને ફોરેન્સિક ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા “ફોરેન્સિક સ્ટડી સેન્ટર” સ્થપાશે

વૈશ્વિક સ્તરે ફોરેન્સિક ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે NFSU અને ફોરેન્સિક ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા “ફોરેન્સિક સ્ટડી સેન્ટર” સ્થપાશે

વૈશ્વિક સ્તરે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે જોડાઇને હવે ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સંયુક્ત રીતે નજીકનાં ભવિષ્યમાં ફોરેન્સિક સ્ટડી સેન્ટરની સ્થાપના કરશે.

  • વૈશ્વિક સ્તરે ફોરેન્સિકની ક્ષમતાઓને વેગ મળશે
  • શૈક્ષણિક તાલીમ, સંશોધન વિકાસ અને કન્સલ્ટન્સી સાથે સંયુક્ત ડિગ્રી પ્રોગ્રામ્સ, સંશોધન પ્રોજેક્ટ્સ અને ફેકલ્ટી/સ્ટુ઼ડન્ટ્સ પ્રોગ્રામ આ અભ્યાસ કેન્દ્રનો ભાગ હશે.

ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનાં પ્રોવોસ્ટ એમિરેટ્સ ડો. કેનેથ ફર્ટનનાં કહેવા મુજબ અમારા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે જોડાવવું એ ગૌરવની વાત છે.

વૈશ્વિક સ્તરે ફોરેન્સિક ક્ષેત્રને નવો આયામ

ફ્લોરિડા યુનિવર્સિટીનાં તેમજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને ઘણો મોટા લાભ મળશે. આ સાથે જ ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનાં ડો. કેવિન લોથરિજ જે મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી છે, તેમજ પ્રોફેસર ડો. એસ. એસ. આયંગરે પણ કહ્યુ છે કે આ જોડાણ વૈશ્વિક સ્તરે ફોરેન્સિક ક્ષેત્રને નવો આયામ આપશે. ડો. આયંગરે કહ્યુ કે દેશની બંને બેસ્ટ ઇન્સ્ટીટ્યુશન્સ સાથે જોડાશે તે વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધી હશે એમાં કોઇ બે મત નથી. ત્રણ દિવસ સુધી ચાલેલા આ એક્સ્ચેન્જ પ્રોગ્રામ દરમિયાન

કેનાઇન ફોરેન્સિક્સ, ન્યુક્લિયર ફોકેન્સિક્સ, CBRN કેસમાં તપાસ, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, વાઇલ્ડ લાઇફ ફોરેન્સિક્સ, મશીન લર્નિંગ, સાયબર સિક્યોરિટી અને ડિજીટલ ફોરેન્સિક્સ વિષયો અંગે ચર્ચા કરવામાં આવી છે

બંને દેશોની આ યુનિવર્સિટીનાં સાથે આવવાથી ને્ટવર્ક ફોરેન્સિક, ક્વોન્ટમ ફોરેન્સિક, ડ્રોનની મદદથી અન્ડરવોટર એક્સ્પ્લોરેશન સહિતનાં મુદ્દાઓ પર મોટા લાભ મળવાનો છે.

કોર્સની દ્રષ્ટિએ ઘણી બધી સામ્યતાઓ

NFSU નાં વાઇસ ચાન્સેલર ડો. જે. એમ. વ્યાસે પણ કહ્યુ કે બંને યુનિવર્સિટીમાં કોર્સની દ્રષ્ટિએ ઘણી બધી સામ્યતાઓ છે. પરંતુ અનુભવી હોવા છતાંય કેટલાંક સ્પેશ્યલાઇઝ્ડ એરિયામાં FIU હજી સુધી ગયુ નથી.. પરંતુ આ જોડાણથી આવનારાં વિદ્યાર્થીઓ માટે એક મોટી તક સ્ટુડન્ટ એક્સ્ચેજ મારફતે મહત્વનું સાબિત થઇ શકે છે..

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *