વિશ્વનું એક માત્ર પ્રાણી જેની હોય છે બે જીભ, આ રીતે કરે છે ઉપયોગ, જુઓ તસવીરો
- GujaratOthers
- June 8, 2024
- No Comment
- 13
આફ્રિકન ટાપુ મેડાગાસ્કરના આસપાસના વિસ્તારોમાં લેમુર જોવા મળે છે. લેમુર પ્રાણી કપિરાજ જેવુ દેખાતુ હોય છે. આ પ્રાણીનું નામ લેમુર છે. તે ભારતીય પ્રાણી સંગ્રહાલયમાં પણ જોઈ શકાય છે. દુનિયાનું આ એકમાત્ર પ્રાણી છે જેને બે જીભ છે.આમાં તે એક જીભને ઘણી બતાવે છે અને બીજી જીભ દ્વારા તેની નીચે છુપાયેલી છે.
વાસ્તવમાં લેમુરની ઉપર જોવા મળતી જીભને પ્રાથમિક જીભ તરીકે ઓળખાય છે. બીજી જીભનો ઉપયોગ ખાવા-પીવા માટે કરે છે.
લેમુરની બીજી જીભને અંગ્રેજીમાં સેકન્ડરી જીભ કહે છે.આ ઉપરાંત તેને અંડર-ટંગ પણ કહેવામાં આવે છે. આ એક નાની વધુ સખત અને માંસલ જીભ હોય છે. જે પ્રાથમિક જીભની નીચે હોય છે. તમે આ જીભને લેમુરનો કાંસકો પણ કહી શકો છો.
બીજી જીભ દ્વારા લેમુર તેની ત્વચાના વાળને ગ્રૂમ કરે છે અને તેને અલગ કરે છે. આનાથી તે પોતાની પૂંછડીમાંથી ગંદકી અને શરીર પરના વાળ દૂર કરે છે.સરળ ભાષામાં કહીએ તો આ જીભ કાંસકા જેવી રચના છે. જેનો ઉપયોગ તે તેના રૂંવાટી ઓળવવા માટે કરે છે.
લેમુર સામાન્ય રીતે ફળો, ફૂલો અને જંતુઓ ખાય છે.સામાન્ય રીતે લેમર પ્રાણીને હાથ અને પગમાં અંગુઠા સહિત 5 આંગળીઓ હોય છે. જ્યારે લીમર્સ 20 વર્ષ જેટલુ જીવે છે. ( All Pic – Freepik )