લોકસભા ચૂંટણીના પરિણામોની ગણતરીની કલાકો પહેલા જાણો ભાવેણાવાસીઓની પ્રતિક્રિયા, કેવુ રિઝલ્ટ ઈચ્છે છે ભાવનગરની જનતા – Video

લોકસભા ચૂંટણીના પરિણામોની ગણતરીની કલાકો પહેલા જાણો ભાવેણાવાસીઓની પ્રતિક્રિયા, કેવુ રિઝલ્ટ ઈચ્છે છે ભાવનગરની જનતા – Video

આ વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન અનેક મુદ્દાઓ મહત્વના રહ્યા. જેમા સૌથી ટોચ પર રામ મંદિર, હિંદુત્વ, મોંઘવારી, બેરોજગારી, રાષ્ટ્રવાદ સહિતના મુદ્દાઓ મહત્વના રહ્યા. ગુજરાતમાં આ વખતે ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલનનો મુદ્દો બહુ ચગ્યો હતો જેના કારણે ગુજરાતમાં ભાજપને નુકસાન જવાની શક્યતા દેખાઈ રહી હતી. જો કે જે પ્રમાણે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તેમા ગુજરાતમાં હેટ્રિક લગાવતા સતત ત્રીજીવાર ક્લિન સ્વીપ કરતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ NDA અને BJP તરફી આવ્યા છે.

આ અંગે ભાવેણાવાસીઓનો મત જાણવાનો અમારા સંવાદદાતાએ પ્રયાસ કર્યો. જેમા એક શહેરીજનનું જણાવવુ છે કે હિંદુત્વના મુદ્દા પર કોઈ પક્ષ ચૂંટણી લડી રહ્યો હોય તો તેની બહુમતી જ આવતી હોય છે અને ભાજપ જ્યારે હિંદુત્વના મુદ્દા પર અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી છે ત્યારે એટલે એમને બહુમતી જ મળે.

અન્ય એક શહેરીજન જણાવે છે કે વિકાસના કારણે ત્રીજીવાર દેશમાં મોદી સરકાર બનવા જઈ રહી છે. સરકારની અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી છે. ભ્રષ્ટાચાર ઘટ્યો છે. લોકોને સરકારી સહાયનો લાભ કોઈપણ કટકી વિના સીધો તેના ખાતામાં મળી રહ્યો છે.

એગ્ઝિટ પોલની સત્યતા અંગે એક શહેરીજન જણાવે છે કે અનેકવાર એવુ બન્યુ છે કે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. આ વખતે ગુજરાતમાં ક્ષત્રિયોનો મુદ્દો અસરકારક રહેશે અને ગુજરાતના પરિણામો પર તેની અસર જોવા મળશે.

આ પણ વાંચો: ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, ધારિયા, પાઈપ અને હોકી લઈને ટોલનાકા પર તૂટી પડ્યા અસામાજિક તત્વો- Video

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ સમાચાર, હવે રોહિત શર્માની ટીમ કેવી રીતે જીતશે?

IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ હવે થોડા કલાકો દૂર છે. બ્રિજટાઉન, બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ આ…
Jio-Airtel બાદ હવે Vodafone-Ideaએ ભાવનો બોમ્બ ફોડ્યો, પ્લાનમાં આટલો કર્યો વધારો

Jio-Airtel બાદ હવે Vodafone-Ideaએ ભાવનો બોમ્બ ફોડ્યો, પ્લાનમાં આટલો…

દેશની સૌથી મોટી યુઝર બેઝ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતો વધારવાના નિર્ણય બાદ વોડાફોને પણ મોબાઈલ…
હવે નાના રોકાણકારોની માર્કેટમાં વધશે ભાગીદારી, સેબીએ લીધો મોટો નિર્ણય

હવે નાના રોકાણકારોની માર્કેટમાં વધશે ભાગીદારી, સેબીએ લીધો મોટો…

સિક્યોરિટી માર્કેટમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા માટે બજાર નિયામક સેબીએ શુક્રવારે મૂળભૂત સેવા ડીમેટ ખાતાની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *