લોકસભાની વેલમાં હંગામો કરી રહેલા વિપક્ષી સાંસદોને પીએમ મોદીએ પાણીનો ગ્લાસ આપ્યો, જુઓ વીડિયો

લોકસભાની વેલમાં હંગામો કરી રહેલા વિપક્ષી સાંસદોને પીએમ મોદીએ પાણીનો ગ્લાસ આપ્યો, જુઓ વીડિયો

લોકસભાની વેલમાં હંગામો કરી રહેલા વિપક્ષી સાંસદોને પીએમ મોદીએ પાણીનો ગ્લાસ આપ્યો, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લોકસભામાં બોલી રહ્યા હતા. ત્યારે વિપક્ષી સાંસદો હોબાળો કરી રહ્યા હતા. આ વચ્ચે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોદી સાંસદોને પાણીનો ગ્લાસ આપી રહ્યા છે.રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલવાનું શરુ કરતા જ વિપક્ષી દળોએ સાંસદમાં હંગામો શરુ કર્યો હતો. લોકસભા સ્પીકર વારંવાર ના પાડવા જતા વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા હતા. આ હંગામો થોડા સમય માટે ન હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી બોલવાનું શરુ કર્યું ત્યારથી લઈ બોલવાનું બંધ ન કર્યું ત્યાં સુધી હંગામો ચાલુ હતો.

વિપક્ષી સાંસદોને પાણીનો ગ્લાસ ઓફર કર્યો

આ હંગામા વચ્ચે એવું થયું કે, જેની ચર્ચા માત્ર સદનમાં જ નહિ પરંતુ સોશિયલ મીડિયામાં પણ ખુબ થઈ રહી છે.પીએમ મોદીએ પોતાના ભાષણ વચ્ચે વિપક્ષી સાંસદોને પાણીનો ગ્લાસ ઓફર કર્યો હતો. જેઓ સરકાર વિરુદ્ધ નારા લગાવી તેના ભાષણ વચ્ચે હંગામો કરી રહ્યા હતા. એક વિપક્ષી સાંસદે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પાણીના ગ્લાસને પણ પકડી લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એક્શન સોશિયલ મીડિયા પર એક ટ્રેંડિંગ ટોપિક બની ગયો છે.

 

 

આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ વીડિયો પર સૌ લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જ્યારે વિપક્ષના સાંસદો વેલમાં હતા અને તેમને રોકવા માટે બૂમો પાડી રહ્યા હતા. જેના જવાબમાં પીએમ મોદીએ તેમને પાણીની ઓફર કરી હતી. આને કહેવાય તમારી પોતાની સ્ટાઈલમાં જવાબ આપવો.

ભારતની પ્રગતિને પડકારના રુપમાં જુએ છે

પીએમ મોદીએ કહ્યું કે, જેમ જેમ ભારત આગળ વધી રહ્યું છે, તો સ્વાભાવિક છે કે, પ્રતિસ્પર્ધા પણ વધી રહી છે અને પડકારો પણ વધી રહ્યા છે. જેમને ભારતની પ્રગતિથી મુશ્કેલી છે. જે ભારતની પ્રગતિને પડકારના રુપમાં જુએ છે.તેઓ પણ ખોટી રણનીતિ અપનાવી રહ્યા છે. આ તાકાત ભારતની લોકશાહી, વસ્તી અને વિવિધતા પર હુમલો કરી રહી છે. અને આ ચિંતા માત્ર મારી નથી, આ ચિંતા છે, આ ચિંતા માત્ર સરકારની નથી, દેશની જનતા અને માનનીય સુપ્રીમ કોર્ટ સુધી સૌઈ આ વાતથી ચિંતિત છે. સુપ્રીમ કોર્ટે જે કહ્યું તે હું સદન સામે રાખવા માંગુ છું.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *