રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો હવે દંડ નહીં સીધી થશે ધરપકડ, માર્ગ અકસ્માત રોકવા પોલીસે શરૂ કરી સ્પે. ટ્રાફિક ડ્રાઈવ- Video

રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો હવે દંડ નહીં સીધી થશે ધરપકડ, માર્ગ અકસ્માત રોકવા પોલીસે શરૂ કરી સ્પે. ટ્રાફિક ડ્રાઈવ- Video

રોંગ સાઈડમાં વાહન ચલાવી અનેક લોકો માટે જોખમ બનતા રોંગ સાઈડ રાજુઓ ચેતી જજો, નહીં તો પોલીસની નજરમાંથી નહીં બચી શકો. અમદાવાદ પોલીસ દ્વારા 22મી જૂનથી 30 જૂન એમ 10 દિવસ સુધી સ્પે. ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ છે. શહેરમાં દિવસે દિવસે વધી રહેલ માર્ગ અકસ્માતને રોકવા પોલીસ દ્વારા આ સ્પે. ડ્રાઈવ શરૂ કરાઈ છે. જે અંતર્ગત શહેરના તમામ માર્ગો પર પોલીસ ચેકિંગ હાથ ધરશે અને રોંગ સાઈડમાંથી આવતા વાહન ચાલકોને પકડશે. આ વખતે તેમની સામે સીધી FIR જ દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવશે.

રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકની ધરપકડ કરી વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરાશે

રોંગ સાઈડમાંથી આવતા વાહનચાલકો સામે IPCની કલમ 279 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 મુજબ ગુનો નોંધવામાં આવશે. જેમા વાહન જપ્ત કરવા સહિત વાહનચાલકની ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તેમના જામીન પોલીસ સ્ટેશન સિવાય ક્યાંય ન થાય તેવી ખાસ જોગવાઈ કરાઈ છે. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવમાં સ્થાનિક પોલીસ પણ જોડાશે અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારાઓ જ્યા પણ દેખાશે ત્યાંથી સીધી ધરપકડ કરશે. અગાઉ પોલીસ રોંગ સાઈડમાંથી આવતા વાહનચાલકોને પકડીને તેમની પાસેથી દંડ વસુલી તેમને જવા દેતી હતી પરંતુ હવે પોલીસ સીધી ધરપકડ જ કરશે. આપને જણાવી દઈએ કે NCRBના ડેટા મુજબ શહેરમાં વર્ષ 2022માં 106 હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતની ઘટનામાં કૂલ 62 લોકોએ જીવ ગુમાવ્યા છે.

માર્ગ અકસ્માત રોકવા માટે પોલીસ દ્વારા સ્પે. ટ્રાફિક ડ્રાઈવનો નિર્ણય

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 22 થી 30 જૂન સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમા ટ્રાફિક પોલીસના સ્ટાફ સહિત સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવશે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બેફામ રીતે રોંગ સાઈડમાં ઘુસી જતા વાહનોના કારણે પ્રતિદિન અનેક અકસ્માતો થતા હોય છે. રોજ 15 થી વધુ અકસ્માત આ રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોના કારણે થતા હોય છે. તે જ કારણે આ સ્પે ટ્રાફિક ડ્રાઈવનો નિર્ણય કરાયો છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો પ્રાપ્ત વિગતો અનુસાર જાન્યુઆરીથી મે 2024 દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ હેઠળ કૂલ 65,557 કેસ નોંધાયા હતા. જેમા રોંગ સાઈડ ડ્રાઈવિંગના 3032 કેસ નોંધાયા છે અને 56 લાખના દંડની વસૂલાત કરાઈ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *